પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



સંન્યાસિનીએ વાતવાતમાં દેવસ્મિતાના યૌવન અને પતિવિયોગ સંબંધી વાત કાઢીને દિલગીરી જણાવી. બિચારી ભોળી યુવતી આ કર્કશાના છળપ્રપંચમાં શું સમજે ? એ તો એમજ જાણતી હતી કે, આ સંન્યાસિની એક બહેનપણી તરીકે વાતો કરે છે અને એને લીધે એણે એની વાતો ઉપર બહુ ધ્યાન ન આપ્યું. એક દિવસ જ્યારે દેવસ્મિતા એકલી બેઠી હતી, ત્યારે એણે લાગ જોઈને પેલા કટાહ દેશથી આવેલા ચાર જુવાન બદમાશ વેપારીઓને ઈશારો કર્યો અને સતીને કહ્યું કે, “એ યુવકો તારા વિરહથી વ્યાકુળ થઇ રહ્યા છે અને તું એક વાર તેમની તરફ પ્રેમથી ઝાંખે એવી તેમની ઈચ્છા છે.”

બુઢ્ઢી તપસ્વિનીની આવી હલકી વાત સાંભળીને દેવસ્મિતા ચમકી ઉઠી. હવે એને એ દુષ્ટાના આવવાનું ખરૂં કારણ સમજાયું. તેણ સમયસૂચકતા વાપરીને હસીને કહ્યું: “ઠીક, હું કાલે તમારી વાતનો જવાબ આપીશ.” બુઢ્ઢી ચાલી ગઈ અને મનમાં ને મનમાં પ્રસન્ન થઈને ઘણી કુલાઈ જવા લાગી. એને ખાતરી થઈ કે હવે તો સતીને ફસાવી છે. અભિમાન સાથ એણે પોતાના મહેમાનોને એ વાત જણાવી. એ લોકો પણ આનંદમાં ગરકાવ થઈ ગયા.

દેવસ્મિતાએ બુઢ્ઢીના ગયા પછી બધી હકીકત પોતાની સાસુને કહી સંભળાવી. સાસુએ કહ્યું: “ કાલથી એને ઓટલે ન ચડવા દઈશ.” પણ દેવસ્મિતા ઘણી ચતુર હતી. એણે વિચાર્યું કે, એ બધા હરામખારોને સજા કર્યા વગર ન છોડવા જોઈએ. એણે સાસુને સમજાવીને રાતે એ વાણિયાઓને પોતાને ઘેર બોલાવવાની રજા માગી લીધી.

બીજે દિવસે જ્યારે એ બુઢ્ઢી આવી, ત્યારે દેવસ્મિતાએ તેને હસીને કહ્યું કે, “ઠીક, એ યુવકોને આજે અમુક સ્થળે લઈ આવજો. હું એમને પૂછીશ કે તેઓ શા માટે મળવા માગે છે.”

રાતે બધાં સૂઈ ગયાં, એટલે એ વૃદ્ધ સંન્યાસિનીએ એકે એકે એ ચારે યુવકોને ઘરમાં પેસાડ્યા. એ ઓરડામાં દેવસ્મિતાએ પોતાના બે વિશ્વાસુ નોકરીને પણ રાખ્યા હતા. તેમના હાથમાં તપાવેલા લોઢાના કૂતરાના પંજા હતા. ઘરમાં પેસતાંવારજ એ નોકરોએ એ દુષ્ટોના માથામાં એ કૂતરાના પંજાના ડામ દીધા અને અંધારામાં ઉપરથી એમને નીચે ફેંકી દીધા. એમની ઘણીજ