પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૧
ભામતી



કરવાનું કાર્ય કરતા અને ભામતી તેમને માટે બધી સામગ્રી તૈયાર કરી આપતી. આ પ્રમાણે પુસ્તકો રચવામાં બન્નેની યુવાવસ્થા તો વીતી ગઈ અને પ્રૌઢાવસ્થા આવી પહોંચી, પણ પતિને વાંચવાલખવામાં વિઘ્ન આવે એમ ધારીને ભામતીએ સાંસારિક સુખની કદી પણ અભિલાષા કરી નહિ.

ભાષ્ય પૂરું થવા આવ્યું એ અરસામાં એક વખત આખી રાતનો ઉજાગરો કરવાથી ભામતીને જરાક ઊંઘ આવી ગઈ અને વાચસ્પતિ મહારાજ જે દીવાના અજવાળામાં બેસીને ટીકા લખી રહ્યા હતા તે દીવામાં તેલ ન રહ્યાથી દીવો હોલવાઈ ગયો. તરત એમણે મોં ઊંચું કર્યું તો નિદ્રાવશ ભામતી ઉપર તેમની દૃષ્ટિ પડી. પત્નીને સૂતેલી જોઈને પહેલાં તો આશ્ચર્ય પામ્યા. પણ પછીથી પ્રેમભાવથી બોલી ઊઠ્યા: “સુંદરિ ! તને ધન્ય છે ! તેં આખરે મને જીતી લીધો. તારી મદદથીજ હું આ કામ સમાપ્ત કરી શક્યો છું. તેં મને આ ટીકા રચવામાં જે મદદ આપી છે, તથા મારે માટે જે અસાધ્ય પરિશ્રમ ઉઠાવ્યો છે, તેથી પ્રસન્ન થઈને હું આ ટીકાનું નામ ભામતીટીકા રાખું છું.”

આટલું કહીને વાચસ્પતિએ પોતાની ટીકાનું નામ ભામતીટીકા પાડ્યું તથા પત્નીનો ઘણોજ આભાર માન્યો.

એકદમ નિદ્રા આવી જવાથી ભામતી ધણી શરમાઈ ગઈ અને હાથ જોડીને પતિને કહેવા લાગી: “પ્રાણનાથ ! મને નિદ્રા આવી જવાથી આપના કામમાં વિઘ્ન ૫ડ્યું છે, એ મારો દોષ છે. મને એને માટે ઘણો પશ્ચાત્તાપ થાય છે. તમારી સાથે જ્ઞાનચર્ચા કરવામાંજ મારી સર્વ ઇચ્છાઓ તૃપ્ત થઈ છે. હવે સાંસારિક સુખભોગની મને ઇચ્છાઓ નથી. આપને લીધે મને જે લાભ મળ્યો છે તેને માટે હું આપની ઘણીજ ઉપકૃત છું.”

વાચસ્પતિ બોલ્યા: “ધન્ય છે તને સતિ ! તેં મારા દોષ તરફ જરા પણ લક્ષ્ય આપ્યું નથી. છતે પતિએ તારૂં યૌવનનિરર્થક ગયું તેને માટે તું મારી નિંદા કરતી નથી; બલ્કે ઊલટો મારો ઉપકાર માને છે. ધન્ય છે તારા શાણપણને ! તારા જેવી પતિવ્રતા અને પતિને પ્રસન્ન રાખનારી સ્ત્રીઓ ઘણા થોડા મનુષ્યોના ભાગ્યમાં હોય છે.”

ભામતીએ હાથ જોડીને કહ્યું: “સ્વામીનાથ ! આપ આવાં વચનો કહીને મને શરમાવશો નહિ. પતિની સેવા કરવી એ તો સ્ત્રીઓનો