પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો


એમને તમારી પાસે મૂકી જાઉં છું. તેનું સારી પેઠે પાલન કરજો અને હવે બીજા કોઈને એમનું દાન કરવાનો આપનો હક્ક નથી રહ્યો એ ધ્યાનમાં રાખશો.”

થોડા સમય પછી જૂજક બ્રાહ્મણની મારફતે રાજકુમારના નિવાસના ખબર મળ્યા અને એ પોતાના પ્રધાન સાથે બંક પર્વત ઉપર જઈને પુત્ર તથા પુત્રવધૂને તેડી લાવ્યા.

કહેવાય છે કે, વેસ્સંતર એ પૂર્વાશ્રમના બોધિસત્ત્વ હતા અને એ જન્મમાં પ્રિયપત્ની અને બાળકોનું દાન કરીને ‘દાનપારમિતા’ ગુણનો અભ્યાસ કર્યો હતો.

દેવી માદ્રી (મદ્દી)નું જીવન ખરેખર બોધક અને પ્રશંસાને પાત્ર છે.*[૧]

२–चुल्लबोधिनी पत्नी


બોધિસત્ત્વ પૂર્વજન્મમાં એક વાર કાશી રાજ્યમાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મ્યા હતા. એ જન્મમાં એમનું નામ ચુલ્લબોધિ હતું. તેમની પત્ની ઘણી સુશીલ હતી. લગ્ન થઈ ગયું હતું, પણ પતિની વૃત્તિ વૈરાગ્ય તરફ હોવાથી એ વિદુષી તરૂણીએ પણ પોતાની કામવૃત્તિઓને અંકુશમાં રાખી અને પતિને ધર્મસાધનામાં મદદરૂપ થઈ પડવાના હેતુથી તેના વ્રતમાં ભંગ પડવા દીધો નહિ. આખરે જ્યારે ચુલ્લબોધિનાં માતપિતા મરણ પામ્યાં; ત્યારે તેણે કહ્યું: “ભદ્રે ! અમારા પૂર્વજોની આ અપાર સંપત્તિ તું લે અને દાનાદિક પુણ્યકર્મો કરીને આ ઘરમાં સુખેથી કાળ વ્યતીત કર. મને ગૃહસ્થાશ્રમનો હવે કંટાળો આવ્યો છે. હું પરિવ્રાજક વેશે હિમાલય ઉપર વાસ કરવા ઈચ્છું છું.”

તેની પત્ની બોલી: “આર્યપુત્ર ! પુરુષોએ પ્રવજ્યા વેશ ધારણ કરવો અને સ્ત્રીઓએ નહિ, એવો નિયમ છે શું ?”

બોધિસત્ત્વે કહ્યું: “એવો કાંઈ નિયમ નથી; તોપણ તું મોટા


  1. શ્રીયુત ગજેંદ્રલાલ ચૌધરીના ‘શ્વસુર ઓ પુત્રવધૂ’ નામના લેખ તથા આચાર્ય કૌશામ્બીના ‘બુદ્ધલીલાસારસંગ્રહ’ ઉપરથી.