પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯
ગોપા (યશોધરા)



જૂઈનાં ફૂલ કરમાઈને રજકણ થઈ ગયાં અને મારી લગ્નશય્યા જાણે જમીનમાં ડૂબી ગઈ અને કિરમજી મચ્છરદાની કશાકથી ચિરાઈ ગઈ. આ પછી દૂર દૂર પેલા ધેાળા વૃષભનો અવાજ સંભળાયો અને પેલો ભરતકામનો વાવટો ફફડ્યો અને બીજી વાર ‘આવી એ વેળ’ પુકાર સંભળાયો. એ સાંભળી હું જાગી ઊઠી.” આટલું બોલીને ગોપા રડવા લાગી. ગૌતમે તેને દિલાસો આપવા કહ્યું:―

“ધીરજ ધાર તું પ્રાણ ! મધુરી ! એ ધીરજ ધારે;
અવિચલ પ્રેમ છે સ્થાન, સતત આશ્વાસનનું તારે–ધીરજ૦

(સાખી)
ભલે સ્વપ્ન તુજ ભાવિનાં, ચિત્ર ચીતરે ગૂઢ,

ને દેવો ડગતા ભલે નિજ આસન આરૂઢ;
તદપિ તું ધીરજ ધારે–ધીરજ૦
વિશ્વ શકે ઉદ્ધારનો, માર્ગ જાણવા આજ,
તત્પર ઊભું ભેદ કંઈ, ગૂઢ સમજવા કાજ;
તદપિ તું ધીરજ ધારે–ધીરજ૦
દશા આપણી પલટીને, ભલે તજે નિજ સ્થાન,
સત્ય વદું છું યશોધરા, હૂતી ને છે મુજ પ્રાણ;
હૃદય એ તું ધીરજ ધારે–ધીરજ૦
દુઃખિત જગ ઉદ્ધારવા, અવિરત કરતો ધ્યાન,
નિર્મિત સમયજ આવતાં, ભાવિ નિશ્ચય ફળશે મહાન;
વહાલી ! ઓ ધૈર્ય તું ધારે–ધીરજ૦”

આ પ્રમાણે પ્રેમથી આશ્વાસન આપીને કહ્યું: “પ્રિયતમે ! હું અજ્ઞાત જીવોના દુઃખથી દુઃખિત થાઉં છું. તેમને માટે મારો આત્મા તલસી રહ્યો છે, તો પ્રિયમાં પ્રિય યશોધરાના જીવન ઉપર મારો આત્મા ભમ્યા નહિ કરે ? સર્વ વિશ્વમાં ભમી વળીને આખર તારા ઉપરજ વિશ્રામ લે છે. જે તીવ્ર શોધ હું કરૂં છું તે સર્વ માનવોને અર્થે છે એ ખરૂં, પણ સર્વથી વિશેષ તારે અર્થે છે.” આમ કહીને તેને શાંત પાડીને સુવાડી દીધી. પતિપ્રાણા યશોધરા પતિની આજ્ઞાથી ઊંઘી ગઈ; નિદ્રામાં પણ એજ સ્વપ્નાંના વિચાર આવી જતા અને તે લવી ઊઠતીઃ “એ વેળ આવી !”

એ દિવસે તો સિદ્ધાર્થ ગોપાને આશ્વાસન આપીને પોતે પણ સૂઈ ગયા, પણ મનમાં સમજ્યા કે પત્નીનાં સ્વપ્નો બધાં