પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જોસાચાં છે. સંસાર પ્રત્યેની પોતાની આસક્તિ વાસ્તવિક રીતે ઓછી થતી જતી હતી અને જગતને ઉદ્ધારવાની ઈચ્છા પ્રબલ થતી હતી. રાજકુમારના ચિત્તમાં આ પ્રમાણે પરિવર્તન થઈ રહ્યું હતું, એવામાં ગોપાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. પુત્ર થોડાકજ દિવસનો થયો એટલામાં સિદ્ધાર્થની દૃષ્ટિએ આગળ જણાવી ગયા એવા સંસારની નશ્વરતા સૂચવનારા પ્રસંગો જોવાને મળ્યા. એક રાત્રિએ ગોપા નાના બાળક રાહુલને ભેટીને સૂતી હતી, એ વખતે રાજકુમાર સિદ્ધાર્થને વિચાર આવ્યોઃ—

આવી રજની એ ! ઉદ્ધારવા જે રૂખ્યા.
માર્ગ વર્ય તું પુણ્યનો કે જગત કેરી વિભૂતિનો;
આ ક્ષણ જ નિર્ણય કઠિન કર્ય સુખ દુઃખ કેરી પ્રસૂતિનો
રાજનો અધિરાજ બનીને આણ નિજ વર્તાવવા,
કે મુકુટ ગૃહવિણ શૂન્ય ભટકી જગત્‌નેજ બચાવવા.

કર્યો નિશ્ચય દૃઢ આ વાર, હવે હું ચાલું રે,

નવ પાછો ફરૂં કો કાળ, અચળ પથ ઝાલું રે.
શોધું સત્ય અતિ ગૂઢ તે મળતા લગી ફરું નહિ.
અન્વેષણ અતિ તીવ્ર ને તપ ઉગ્ર ફળે જો કાંઈ. ”

ભર નિદ્રામાં સૂતેલી પ્રિયાને અને સુકુમાર બાળક રાહુલને તજીને જતાં સિદ્ધાર્થની આંખમાં આંસુ આવી ગયાં. એણે વિચાર્યું કે બાળકને છેલ્લી વાર ભેટી લઉં, પણ રાણીનો એક હાથ બાળક ઉપર પડેલો હતો તે ઉપાડીને પુત્રને લેવા જાય તો રાણી જાગી ઊઠે અને જાગ્યા પછી યશોધરા પતિને સંસારનો ત્યાગ કરીને જવા પણ દે? આવા વિચારથી તેણે હૃદયને કઠણ કરીને―

કીધી પ્રદક્ષિણા ત્રણવાર, શય્યા કેરી ધરી ભક્તિ સાર;
જોડી ધડકતે હૃદયે પાણિ, બોલ્યો સિદ્ધાર્થ અવિચલ વાણીઃ
“ફરી આ રમ્ય શય્યામાંહિ, કરૂં શયન કદી હું નાંહિ.”

રાણીના સૌંદર્ય અને સગુણને લીધે સિદ્ધાર્થને એના ઉપર અઢળક પ્રેમ હતો; એટલે ત્રણ વખત પાછા પત્ની શય્યા પાસે આવ્યા અને ત્રણ વખત પાછા ગયા. છેલ્લી વખતે માયાનાં બધાં બંધનો જ્ઞાનની તલવાર વડે કાપી નાખીને સિદ્ધાર્થ ત્યાંથી વિદાય થયા. આ પ્રસંગને બૌદ્ધધર્મમાં “મહાભિનિષ્ક્રમણ” નામથી એાળખાવવામાં આવ્યો છે.