પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩
૩૩
ગોપા (યશોધરા)



ભંડાર દૂરજ દેશના.
લાવિયા, પણ એહ સર્વે રત્નને ઝંખાવતી,
લાવ્યા અમોલી એક વાર્તા રાણી ! તમ મન ભાવતી !
ભાળ લાગી એહની, તુજ નાથની અમ રાજની,
આ ભૂમિકેરી બધી આશા તણા એ શિરતાજની.
નિરખિયો સિદ્ધાર્થ નજરોનજર એ વ્હેપારિયે,
ને પૂજિયો ચરણે ઢળી અભિવંદિયો શિરનામીને;
ભાખિયું હતું ભવિષ્ય તે અનુસાર બનિયો રાજ એ,
જ્ઞાની તણો ગુરુ, ભુવનવંદ્ય, પવિત્ર અદ્‌ભુત આજ એ;
બુદ્ધ બનિયો, મધુર વચને ને અગાધ દયા ગુણે,
જન તારતો, ઉદ્ધારતો, અહીં આવતો વણિકો ભણે.”

અંધને ફરીથી નેત્રની પ્રાપ્તિ થાય તેના કરતાં પણ હજારોગણો હર્ષ આ સમાચારથી ગોપાને થયો. એણે તરતજ એ વણિકોને પોતાની પાસે બોલાવ્યા અને એ શુભ સમાચાર પોતાને કાને સાંભળ્યા તથા અનેક રત્ન–માણિક્ય એ લોકોને ઈનામમાં આપીને વિદાય કર્યાં.

બુદ્ધદેવના પિતા રાજા શુદ્ધોદન એ સમયે જીવતા હતા. કપિલવસ્તુ નગરીમાં બધે બુદ્ધદેવના પધાર્યાના સમાચાર પહોંચી ગયા. સર્વત્ર આનંદ વ્યાપી ગયો અને રાજપુત્રને જોવા લોકોનાં ટોળેટોળાં છૂટ્યાં. લોકોએ જોયું કે રાજકુમાર ભિક્ષુકના વેશમાં રસ્તામાં ભિક્ષા માગે છે અને પોતાના ધર્મનો ઉપદેશ કરે છે.

ગોપાએ અગાશીમાં ચઢીને ભિક્ષુ સ્વામીને જોયા.

હાય ! ગોપાથી આ દૃશ્ય દેખી શકાય ? જે રાજકુમારના અંગ ઉપર હજારો મણિમાણિક્ય ઝળકી ઊઠતાં હતાં, સેંકડો દરજીઓ જેનો પોષાક બનાવતાં થાકી જતા હતા, અસંખ્ય નોકરો જેમની સેવામાં રાતદિવસ હાજર રહેતા હતા, જેનું સુંદર રૂપ જોઈને ગોપા પોતે મુગ્ધ થઈ ગઈ હતી, તેજ પ્રિય સ્વામી આજ ધ્રુવની માફક રાજપાટનો ત્યાગ કરીને, પોતાની ઈચ્છાથી દીનવેશ ધારણ કરીને પોતાનાજ રાજ્યના રાજમાર્ગમાં ઉઘાડા પગે ફરે છે ! જે મસ્તકમાં રોજ જાતજાતનાં સુગંધીદા૨ તેલ નખાતાં હતાં તે સુંદર ઝૂલફાં હવે ક્યાં છે ? કાનમાં હીરાનાં કુંડળ ક્યાં છે ? એ રાજકુમારનો પહેરવેશજ ક્યાં છે ? ગોપાએ ચુપચાપ બધું જોયું.