પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૬
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



(અનુષ્ટુ૫)

મંથનો મેં કર્યાં ઊંડા, બોધિવૃક્ષ તળે રહી;
ચિત્રો નાના પ્રકારોનાં, પ્રગટ્યાં ને ગયાં શમી.
અંતે આનંદ–સિંધુના, જળમાં બોળતું મને;
પ્રગટ્યું તીવ્ર કો ઊંડું, સંવેદન કહું તને.
પામ્યો હું સહસા ત્યારે, અપ્રમેય દશા નવી;
ખરો નિર્વાણનો સિંધુ, રેલાયો હૃદયે રમી.

(વસંતતિલકા)

નિર્વાણ એ અનુભવ્યો સતત પ્રવાહી,
વર્ષો અનેક લગી, શાંતિ રહી છવાઈ.
તોએ ઊંડા અનુભવે કદી ભિન્ન ભાસી,
એ શાંતિમાં પ્રગટતા, પછી જાય નાસી.
જો એક વેળ બનિયું ન બન્યું કદી જે,
હું ધ્યાનમાં સ્થિર રહ્યો, નવ લક્ષ બીજે;
ને તે ક્ષણે મધુર મૂર્તિ યશોધરાની,
એ ધ્યાનમાં સ્ફૂરતી જો ! પ્રગટીજ છાની.
આભૂષણો વળી, દુકૂલજ રાણી જોગાં,
સર્વે ગયાં સરી, અને પ્રગટ્યાંજ બીજાં;
સાદાં, તથાપિ કંઈ દીપિત દિવ્ય તેજે,
તે ધારતી મૃદુલ કાન્તિ નિહાળી મેં તે

.

(અનુષ્ટુ૫)

નૌકા પેલી સરે જ્યોત્સ્ના, પૂરમાં તે સમી સ્થિતિ;
દિવ્યતા પામતી તારી, મધુરી મૂર્તિની હતી.

(વસંતતિલકા)

એ શુદ્ધ મૂર્તિ આ હૃદયે સ્ફુરંતી,
નિર્વાણ–કૌમુદી જળે દીઠી મેં સરંતી;
નિર્વાણમાં નવ થયો કંઇ તેથી ભંગ,
નિર્વાણ તું બની રહી મમ દિવ્ય અંગ.”[૧]

બુદ્ધદેવનો આ ઉત્તર એમનો યશોધરા માટેનો પ્રેમ તથા સદ્ભાવ સૂચવે છે. બૌદ્ધદેવનો ધર્મ બહુ ઝડપથી આખા દેશનાં


  1. આ ચરિત્રમાંની કવિતાઓ સાક્ષરવર્ય રા. રા. નરસિંહરાવભાઈના ‘નૂપુરઝંકાર’ ગ્રંથમાંથી લેવામાં આવી છે.