પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



“નવ મળ્યું ઘર મુજને કહીં મૃત્યુ વિનાનું એક,
થાકી પાછી હું વળી, પૂછવા સત્ય વિવેક રે.

(ઢાળ)

સત્ય અર્થ હું શોધવા પાછી આવી તારી પાસ,
નદીતટ દ્રાક્ષાકુંજ મૂકી શિશુ ધાવે ન કરે જે હાસ.
દર્શન કરી તુજ ચરણ ચુંબીને પ્રાર્થન કરવા કાજે,
ક્યાં મળશે મુજને રાઈકણ જ્યાં મૃત્યુ કદી નવ ગાજે.
પણ હાય મુજ બાળુડો હાવાંતો પડિયો હશે મૃત્યુ હાથ,
લોકે કહ્યું, ભય મુજ મન જે રહ્યું, સાચું પડ્યું તે નાથ.”

કિસાગોતમીને આ પ્રમાણે શોકાતુર જોઇને ભગવાન બુદ્ધ બોલ્યા:—

સત્ય તું પામી ઓ બહેન !
જડ્યું જે નહિ કોઈ જનને, દેવ શાંતિ મળ્યું તુજ મનને;
કટુ અમૃત દિવ્યજ એ તો, તુંને આપવા ધાર્યું તું મેં તો;
તુજ બાળ વ્હાલો તુંને હુંતા, એ તો મરણ શરણ થઈ સૂતો.
તુજ હૃદય શય્યા પર કાલે, ફરી જીવન એ નવ ઝાલે;
આજે જાણ્યું તે જગ આ વિશાળ, તું જ દુઃખે ઢાળે આંસુ ધાર;
અન્ય હૃદયોયે ભાગ લીધેલો, શોક થાય છે હળવો વ્હેલો;
મુજ રક્ત રેડ્યેથી રોકાય, તુજ આંસુડાં તો હું આંહ્ય;
સદ્ય અર્પણ કરી દઉં બહેન, મુજ રુધિરનું રાતું વ્હેણ;
અને શોધી કાઢું તત્ત્વ ઊંડું, જેથી ઉકલે મહા દુઃખ ભૂડું,
જેહ દુઃખે કરી પ્રેમ મધુરો, શોકરૂપ બની થાય અધુરો;
અને જે મનુજ ટોળાંને, હાંકી લઈ જાય છે બલિસ્થાને;
મૂક આ પશુ યૂથને જેમ, પશુના નાથ મનુજને તેમ;
રમ્ય કુસુમ અને તૃણ ભૂમિ, ઓળંગાવી હાંકી જાય ઘૂમી;
પહોંચાડે મહાબલિસ્થાનમાં તે તીવ્ર દુઃખ જડ્યું જન્મ સાથે.
હું એ ગૂઢતત્ત્વ ગોતું બાળ ! હવે શિશુને શ્મશાન પહોંચાડ્ય.”

બુદ્ધદેવના આ ઉપદેશામૃતથી કિસાગોતમીનાં જ્ઞાનચક્ષુ ઊઘડ્યાં. એના હૃદયનો શોક શમી ગયો. સ્વસ્થ ચિત્તે તેણે પુત્રનો અગ્નિસંસ્કાર કર્યો અને પોતે ગૃહ તજીને બુદ્ધદેવની પાસે ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા લાગી. આખરે એણે થેરી પદ અને છેવટે અર્હત્‌ પદ પ્રાપ્ત કર્યું. થેરીગાથામાં ૨૧૩ થી ૨૨૩ સુધીના શ્લોક તેના