પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

११–रुक्मावती

બૌદ્વયુગમાં ઉત્પલાવતી નગરીમાં રુકમાવતી નામની એક ધનાઢ્ય, દયાળુ અને વિદ્વાન સ્ત્રી રહેતી હતી. તે જે મહોલ્લામાં રહેતી હતી, તે મહોલ્લામાં વસનારાં સ્ત્રી પુરુષોમાં કોઈ કદી અન્નવસ્ત્રની તંગીને લીધે દુઃખ વેઠે છે એવી ખબર રુકમાવતીને કાને પડે તો તે તરત તેનું દુઃખ દૂર કરવાના ઉપાય કરતી. મહોલ્લાઓમાં કોઈ સંકટથી પીડાય છે કે કેમ તેની તે સદા ગુપ્ત રીતે ખબર રાખતી અને દુઃખી મનુષ્યોનું દુઃખ મટાડવા તન, મન, ધનથી યત્ન કરતી. એક દિવસ દયાની મૂર્તિસ્વરૂપ રુકમાવતી રાજમાર્ગ ઉપર ફરી રહી હતી. ત્યાં તેના જોવામાં આવ્યું કે, સરિયામ રસ્તા ઉપર દુકાળથી રિબાતી, દૂબળા શરીરની ભૂખને માર્યે ટળવળતી, એક નારી પોતાની પાસે ખાવાની કોઈ પણ વસ્તુ નહિ હોવાથી, બીજો કાંઈ પણ ઉપાય ન સૂઝવાથી પોતાનાજ તરતના જન્મેલા બાળકને ચીરી નાખીને ખાઈ જવાની તૈયારીમાં હતી. એક અબળા આવું નીચ કામ કરવા તૈયાર થાય એ વાત માનતાં, અમારી કોમળ હૃદયની દયાળુ ગુજરાતી બહેનોને, કદાચ સંકોચ થાય એ સ્વાભાવિક છે; પણ અમારી જે બહેનોએ હિંદુસ્તાનમાં આપણાજ જમાનામાં પડેલા ભયંકર દુકાળોના વખતમાં બહાર જઈ દુકાળિયાંની સ્થિતિ નિહાળવાની તસ્દી લીધી હશે તેઓ આ વાતને જરૂર ટેકો આપશે; કારણકે તેમની પોતાની આંખો આગળ એવા ઘણા ત્રાસજનક બનાવ બન્યા હશે. ભૂખ એક એવી આફત છે કે જેથી ગભરાઈ જઈને આદમી જે પાપ કરવા તૈયાર ન થાય તે ઓછું. જે હિંદુઓ માંસનું નામ સાંભળીને અભડાઈ જાય છે, તેજ હિંદુઓ ઘોર દુકાળના વખતમાં કબરો ખોદીને મુડદાંઓનું માંસ ખાતા જોવામાં આવ્યા છે, તો પછી આ કંગાળ સ્ત્રી પોતાના તરતના જન્મેલા બાળકનો ભક્ષ કરવા તૈયાર