પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

१४–कुलवधू सुजाता

ગવાન તથાગત બુદ્ધના આવિર્ભાવ–કાળમાં જંબુદ્વીપ, અંગ, મગધ, કાશી, કૌશલ વગેરે સોળ ભાગમાં વહેંચાયલો હતો. મહારાજા બિંબિસાર મગધદેશના રાજા હતા. અંગ દેશ પણ તેમના જ તાબામાં હતો. રાજા પ્રસેનજિત એ સમયમાં કૌશલના સિંહાસન ઉપર બિરાજતા હતા. બિંબિસાર અને પ્રસેનજિત પોતાના સમયમાં ધનવૈભવ આદિમાં ભારતવર્ષના બીજા રાજાઓ કરતાં શ્રેષ્ઠ હતા. તેમના પ્રયત્નથી મગધ અને કૌશલ મહા પ્રતાપી અને ઐશ્વર્યશાળી રાજ્ય બન્યાં હતાં.

કૌશલ રાજ્યની રાજધાની શ્રાવસ્તી નગરીમાં હતી. શ્રાવસ્તી નગરીના વૈભવ અને સૌંદર્યની સીમા નહોતી. અનેક સુંદર આશ્રમસ્થાનો, ઉદ્યાન, વન, ઉપવન અને સરોવરો વગેરેથી એ નગરી સુશોભિત હતી. વિચિત્ર ચિત્ર અને કોતરકામથી સુંદર બનેલી મોટી મોટી હવેલીઓ એ શહેરની શોભામાં વૃદ્ધિ કરી રહી હતી અને તેના રહેવાસીઓની સમૃદ્ધિની સાક્ષી પૂરતી હતી. નગરવાસીઓની આકર્ષક કાંતિ, તેમનાં વિશાલ ઉન્નત શરીર, રમણીય અને ઉજ્જવળ મુખારવિંદ એ બધાંને લીધે નગરની શોભામાં સોગણો વધારો થતો હતો.

એ શહેરમાં સુદત્ત નામનો એક વણિક રહેતો હતો. એ શ્રાવસ્તી નગરીમાં સૌથી વધારે ધનવૈભવ વાળો પુરુષ હતો. પુણ્યદાન પણ એ પુષ્કળ કરતો હતો. તેનો વેપાર હિંદુસ્તાનમાં બહુ ફેલાયો હતો. પ્રત્યેક મોટા નગરમાં તેની દુકાન હતી. સદાચારી, ઉદાર, અસાધારણ દાતા અને પરમ ધાર્મિક પુરુષ તરીકે શ્રાવસ્તીનગરમાં એ ઘણોજ લોકપ્રિય થઈ પડ્યો હતો. વિદ્વાન અને