પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

१५–नकुलमाता

એક બૌદ્ધધર્મની મુખ્ય ઉપાસિકા હતી. તેણે પોતાના પતિને આપલો ઉપદેશ ઘણો બોધજનક છે અને એ ઉપરથી જણાઈ આવે છે કે, એને ઉપાસિકા વર્ગમાં અગ્રસ્થાન કેમ મળ્યું હતું.

ભર્ગ દેશમાં શિશુમાર ગિરિમાં બુદ્ધદેવ રહેતા હતા. ત્યાં તે વખતે નકુલપિતા નામના એક ગૃહસ્થ બહુ માંદો હતો. તેનો મરણકાલ સમીપ છે એમ સર્વને લાગ્યું, ત્યારે તેની પત્નીએ તેને કહ્યું: “હે ગૃહપતિ ! સંસારમાં આસક્ત રહીને તમે મરણ પામો એ બરાબર નથી. આવા પ્રકારનું પ્રપંચાસક્તિયુક્ત મરણ દુઃખકારક છે, એવું ભગવંતે કહ્યું છે. હે ગૃહપતિ ! કદાચિત્‌ તમારા મનમાં એવી શંકા આવશે કે, ‘મારા મૂઆ પછી નકુલમાતા છોકરાઓનું પાલન કરી શકશે નહિ, પ્રપંચનું ગાડું હાંકી શકશે નહિ;’ પરંતુ એવી શંકા તમે મનમાં લાવશો નહિ, કારણ કે મને સૂતર કાંતવાની કળા આવડે છે અને મને ઊન તૈયાર કરતાં આવડે છે. એના વડે હું તમારા મરણ પછી છોકરાઓનું પોષણ કરી શકીશ. માટે હે ગૃહપતિ ! આસક્તિયુક્ત અંતઃકરણથી તમારૂં મરણ ન થાય એમ હું ઈચ્છું છું. હે ગૃહપતિ ! તમને બીજી એવી શંકા આવવાનો સંભવ છે કે, ‘નકુલમાતા મારા મરણ પછી પુનર્વિવાહ કરશે;’ પરંતુ આ શંકા તમે છોડી દો. હું આજ સોળ વર્ષથી ગૃહસ્થ બ્રહ્મચર્યવ્રત ( ઉપોસથવ્રત ) પાળું છું, તે તમને ખબર છે જ. તો પછી હું તમારા મૃત્યુ પછી વિવાહ કેમ કરીશ ? હે ગૃહપતિ તમારા મરણ પછી ‘હું બુદ્ધ ભગવાનનો અને ભિક્ષુસંઘનો ધર્મોપદેશ શ્રવણ કરવા નહિ જાઉં’ એવી તમને શંકા આવવાનો સંભવ છે. પણ તમારી પાછળ પહેલાં પ્રમાણેજ બુદ્ધનો ઉપદેશ સાંભળવામાં મારો ભાવ રહેશે, એની તમારે ખાતરી રાખવી અને