પૃષ્ઠ:Kisa-Gautami Ane Bija Stri Ratno.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

२०–खेमा (क्षेमा)

દ્ર દેશમાં સાગર નામક નગરમાં રાજાના ઘરમાં એનો જન્મ થયો હતો. જન્મથીજ તેના અંગની કાંતિ સુંદર હતી. માતપિતાની એ ઘણી લાડકી હતી. વિવાહ યોગ્ય વયની થઈ ત્યારે એનું સૌંદર્ય ઘણું ખીલી નીકળ્યું અને એના રૂપની પ્રશંસા સાંભળીને અનેક ક્ષત્રિય રાજકુમારો તેની સાથે લગ્ન કરવાનો અભિલાષ રાખવા લાગ્યા. તેમણે મદ્રાધિપતિની પાસે માગાં પણ મોકલવા માંડ્યાં. કોસલ દેશના લોકપ્રિય રાજા બિંબિસારે પણ ખેમાનું માગું મોકલ્યું.

રાજા બિંબિસાર બુદ્ધદેવનો પરમ ભક્ત હતો. ઘર છોડી અરણ્યમાં નીકળી પડ્યા પછી રાજગૃહ નગરમાં એ રાજા સાથે બુદ્ધદેવનો મેળાપ થયો હતો અને એમણે બોધિસત્વને સમજાવીને પાછા સંસારમાં મોકલવાનો પ્રયત્ન કર્યો હતો; પણ બુદ્ધદેવે પોતાનો પરિચય આપીને ઘરબાર છોડવાનો ઉદ્દેશ જણાવ્યો કે, “હું મનુષ્યજાતિનાં દુઃખોને શમાવવાનો ઉપાય શોધી કાઢવા માગું છું.” ત્યારે એમણે એમને જવા દીધા અને પ્રાર્થના કરી કે, “રાજકુમાર ! તમને જગતના ઉદ્ધારનો માર્ગ જડી આવે તો સૌથી પહેલાં તમારે મારૂં વિહાર–દાન સ્વીકારવું પડશે.” સારાંશ એ કે ગૌતમ બુદ્ધના પ્રથમ શ્રાવક તરીકે તેની ગણતરી હતી. એવા યોગ્ય રાજાના માગાથી પ્રસન્ન થઈ મદ્રરાજે પોતાની ગુણવતી કન્યા એને આપી. ક્ષેમા હવે કોસલેશ્વરની પટરાણી બની.

ક્ષેમાના સુખનો હવે પાર રહ્યો નહિ. યોગ્ય પતિને પ્રાપ્ત થયાથી એના સદ્‌ગુણોનો પણ વિકાસ થયો. સાંસારિક સુખમાં એનાં કેટલાંક વર્ષ વીતી ગયા પછી, બુદ્ધદેવ સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી પોતાના એક હજાર શિષ્ય સહિત રાજગૃહ પધાર્યા. રાજા બિંબિસાર તેમનાં દર્શને ગયા અને આગ્રહપૂર્વક ભગવાનને પોતાને