પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૧૦૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૩

નરક-નિવાસ:


ખવાઇ જાય ત્યાં સુધી આ નરકમાં જ મારું નિર્માણ કરો, એની સાથે જ મને રહેવા દો.

ધર્મ : સુખેથી આંહીં રહો, મહીપતિ ! નરકને પણ ગૌરવવન્તુ બનાવો. અગ્નિને દાહ તમારા લલાટનું તિલક બની જાઓ અને નરકની જવાલા તમારું સિંહાસન બની જાઓ.

પ્રેતો : જય હો પુણ્યફળના ત્યાગીનો ! જય હો નિરાપરાધી નરકવાસીનો ! જય હો મહાવૈરાગીનો ! આંહીં રહીને હે પુણ્યશાળી, પાપીના અંતરમાં ગેોરવ પ્રગટાવજો, નરકનો ઉદ્ધાર કરજો, શત્રુને મિત્ર બનાવી, જુગજુગ સુધી એક દુ:ખાસને બેઠા રહેજો, વાદળાંની સાથે ઝળહળતો સૂર્ય દેખાય તેમ તમારી મૂર્તિ પણ વેદ- નાના શિખર ઉપર સદા ય પ્રકાશી રહેજો ! એ જ્યોતિ કદી યે બુઝાશે નહિ !