પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શ્રેષ્ઠ ભિક્ષા

“શ્રાવસ્તી નગરીનાં ઓ નરનારીઓ ! જાગો છો કોઈ ? અાંખો ઊઘાડશો ? બુદ્ધપ્રભુને માટે હું ટહેલ નાખી રહ્યો છું, ભિક્ષા આપશો ?"

આખી નગરી નિદ્રામાં પડેલી છે. શ્રાવસ્તીપુરીની ગગન-અડતી અટારીઓ ઉપર પરોડીઆની ઝાંખી પ્રભા રમે છે. દેવાલયોમાં વૈતાલિકોનાં પ્રભાતગાન હજુ નથી મંડાયાં, સૂર્ય ઊગશે કે નહિ ઊગે, એવા સંદેહથી કોયલ હજુ ધીરૂં ધીરૂં જ ટહૂકી રહી છે.

એ કોણ છે ? આવા વખતે, આથમી જતા તારાઓના ઝાંખા પ્રકાશમાં, નગરીના માર્ગે માર્ગે અને શેરીએ શેરીએ એ કેાણ ટેલી રહ્યું છે ? મેઘગર્જના સમાન એ કોનું ગળું ગૂંજે છે!

એ તો શ્રી બુદ્ધપ્રભુનો શિષ્યઃ ભિખ્ખુ અનાથપિંડદ.

સૂતેલાં સ્ત્રીપુરૂષો એ સૂર સાંભળી સળવળ્યાં. સંન્યાસીનો સાદ કાન માંડી સાંભળ્યો, ભિખ્ખુએ ફરી પોકાર્યું : 'સુણો ઓ લોકસંઘ ! વર્ષાની વાદળીઓ પોતાના દેહપ્રાણ ગાળીગાળીને