પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શ્રેષ્ઠ ભિક્ષા:


એક હાથ બહાર કાઢ્યો. એ હાથમાં શું હતું? તેના નગ્ન શરીરને ઢાંકનારો પેલો એકનો એક ટુકડો.

ફાટેલું વસ્ત્ર એણે ભિખ્ખુની ઝોળીમાં ફગાવ્યું.

“જય હો ! જગત આખાનો જય હો ! મહાભિખ્ખુનું હૃદય આજે ધરાવાનું, આજે ગૌતમનો અવતાર સફળ થયો. જય હો ઓ જગજ્જનનિ !”

જૂના ને ફાટેલા એ વસ્ત્રને શિર ઉપર ઉઠાવી, બુદ્ધદેવના ખોળામાં ધરાવવા માટે ભિખ્ખુ ચાલ્યો ગયો.