પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અભિસાર :

૨૩

મંદ મંદ મુખ મલકાવીને સાધુ કહે છે : “ભૂલી ગઈ, વાસ- વદત્તા ! શ્રાવણ માસની એ ઘનઘોર રાત્રિયે આપેલો શું યાદ નથી આવતો ? આજે મારા અભિસારની આ મીઠી રાત્રિ આવી છે, ઓ વાસવદત્તા !”

આંબાની ઘટામાંથી મંજરીઓ ઝરી. કોયલ ટહુકી. ચંદ્ર મલક્યો. યોગીને અભિસાર ઊજવાયો.