પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વિવાહ

રાતનો બીજો પહોર જામતો ગયો તેમ તેમ શરણાઈઓ- માંથી બિહાગના સુર નીકળવા લાગ્યા. ઢોલનગારાંનો કોલાહલ બંધ છે. માયરાની નીચે છેડાછેડી બાંધેલ વરકન્યા અાંખો નમા- વીને સપ્તપદીના મંત્રો સાંભળી રહ્યાં છે. ચોપાસના ઝરૂખાઓની બારીઓ ખોલીખોલીને નગરની રમણીઓ ઘૂમટાનાં ઝીણાં બાંકોરાંમાંથી વર-કન્યાને જોઈ રહી છે. આષાઢના નવમા દિવ- સની એ ઝરમર ઝરમર વરસતી રાત્રિયે, ધીરું ધીરું આકાશ ગરજે છે ને ધરતી ઉપર ધીરી ધીરી શરણાઈ બોલે છે. એ કેાણ પરણે છે ?

એક ક્ષત્રિય રાજા પરણે છે. મારવાડનો એક મંડળેશ્વર મેડતાનો તરુણ રાજા. શરણાઈના એકલા સૂર ક્ષત્રિયના વિવાહમાં નહિ તો બીજે કયાં વાગે ?

ઈશાન ખૂણામાંથી વાયુના સૂસવાટા વાય છે. આકાશની છાતી ઉપર વાદળાં ઘેરાય છે માયરામાં મણિજડિત ઝુમ્મરો લટકે છે, દીવાઓ જાણે એ મણિઓની અંદર પોતાનાં હજારો પ્રતિબિમ્બો નિહાળી નિહાળીને નાચી રહ્યા છે.

જ્યોતિઓથી ઝળહળતા એ લગ્નમડપમાં અચાનક કોણ