પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
:કુરબાનીની કથાઓ

૨૮'બજાવો શરણાઈ, મીઠા મીઠા સૂરની બધી યે રાગણીઓ બજાવી લો.'

ચંદનની ચિતા ઉપર મેડતારાજનું મૂર્દું સૂતું છે. માથા પર એનો એ લગ્નમુગટ : ગળામાં એની એ વરમાળા : કાંડા ઉપર એનો એ મીંઢોળ : વિવાહ વખતનું એ મૃદુ હાસ્ય હજુ હોઠ ઉપર ઝલકી રહ્યું છે. મૃત્યુએ એ વરરાજાની કાંતિનું એક કિરણ પણ નથી ઝૂંટી લીધું. સૂતેલો વરરાજા શું કન્યાની વાટ જોતો જોતો મલકી રહ્યો છે ?

વેલ્યમાંથી રાજકુમારી નીચે ઊતર્યાં, છેડાછેડી બાંધીને વર- રાજાના ઓશીકા આગળ બેઠાં, સૂતેલા સ્વામીનું માથું ખોળામાં લીધું. સપ્તપદીનો ઉચ્ચાર આરંભ્યો.

નગરની નારીઓનાં વૃંદ આવીને મંગળ ગીતો ગાય છે, પુરોહિત 'ધન્ય ધન્ય' પુકારે છે, ચારણો વીરાંગનાને જય- જયકાર બોલાવે છે, અને ભડભડાટ કરતી ચિતા સળગી ઊઠે છે.

જય હો એ ક્ષત્રિ જુગલનો.