પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૧

પ્રભુની ભેટ:રાજાજીના માણસોએ એક દિવસ આવીને કહ્યું કે 'ભકતરાજ ! પધારો, તમને રાજાજી યાદ કરે છે.'

ભકત માથું ધુણાવીને બેલ્યા કે 'બાપુ, રાજદરબારમાં મારું સ્થાન ન હોય.'

'રાજાજીનું અપમાન કરશો તો અમારી નોકરી જશે, મહારાજ !'

'બહુ સારું ! ચાલો, હું આવું છું.'

પેલી બહેનને સાથે લઇને કબીર રાજસભામાં આવ્યા. સભામાં કેાઈ હસે છે, કેઈ અાંખના ઈસારા કરે છે, કોઈ માથું નીચે ઢાળે છે.

રાજા વિચારે છે કે અરેરે ! આ જેગટો બેશરમ બનીને બાયડીને કાં સાથે ફેરવે ?

રાજાની આજ્ઞાથી પહેરેગીરે ભક્તને સભાની બહાર હાંકી મૂકયા. હસીને ભક્ત ચાલ્યા ગયા.

રસ્તામાં એ સંત ઉપર લોકોએ બહુ વીતકો વિતાડયાં. પેલી બાઈ રડી પડી. ભક્તને ચરણે નમીને બેલી: 'હે સાધુ ! મને દૂર કરો. હું પાપણું છું. તમારે માથે મેં દુ:ખના દાભ, ઉગાડયા.

સાધુ હસીને કહે, 'ના રે માતા ! તું તો મારા રામની દીધેલી ભેટ છે. તને હું કેમ છેડું ?'