પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
: કુરબાનીની કથાએા

૫૪


અકસ્માત આ માતેલી સેના કાં થભી ગઈ ? મહાસાગરનાં મેાજાં જાણે કેાઈ જળદેવતાની છડી અડકતાં ઊભા થઈ રહ્યાં ! નગરીના દરવાજાની અંદર આવતાં જ રાજાજી કાં નીચે ઊતર્યા ? અત્યંત વિનયભર્યે મોઢે એ કોને નમન કરે છે ?

એંશી હજારની મહાસાગર સમી સેનાને એક નાનો સરખો આદમી રોકીને ઊભો છે. એનું નામ ન્યાયાધીશ રામ શાસ્ત્રી. બે બાહુ ઊંંચા કરીને રામશાસ્ત્રી હાકલ પાડે છે : 'રાજા, તારા અપરાધનો ઈન્સાફ પામ્યા સિવાય તું શહેર બહાર કયાં નાસી જાય છે ?'

વિજયના નાદ બંધ પડયા. સમરાંગણની શરણાઈઓ શાંત બની. એંશી હજારની સેના શ્વાસ લે છે તેનો પણ એકતાલમાં ધબકારો બોલે છે.

રઘુનાથ બોલ્યોઃ 'હે ન્યાયપતિ ! આજ યવનનો સંહાર કરવા નીકળ્યો છું. આશાભેર અવનિનો ભાર ઉતારવા ચાલ્યો છું. એવે મંગળ સમયે આપ કાં આડો હાથ દઈને ઊભા ?'

રામશાસ્ત્રીના મોં ઉપર ન્યાયનો સૌમ્ય પ્રતાપ છવાયો. એ બોલ્યાઃ 'રઘુપતિ ! તું રાજા, તારે હાથ એંશી હજારની સેના, પણ ન્યાયાસન આગળ તો તારે ય મસ્તક નમાવવું પડશે.'

રાજા માથું નમાવીને જવાબ વાળે છે : 'સાચું, પ્રભુ ! અપરાધી હોઉં તો દંડ આપો.'

ન્યાયમૂર્તિ બોલ્યાઃ 'તારા ભત્રિજાનું ખૂન કર્યાનો તારા પર આરેાપ છે, રઘુપતિ ! એ અપરાધની તપાસ ન થાય ત્યાં