આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩
નકલી કિલ્લો :
'પણ ભાઈ, એ તો નકલી કિલ્લો !'
'એટલે શું ? બુંદીના કિલ્લાને નામે રમતો રમી શકાય કે ?'
ત્યાં તો રાણાજી સેનાને લઈને આવી પહોંચ્યા.
કુંભાજી એ નકલી કિલ્લાને દરવાજે જઈને ખડો થયો. ધનુષ્ય ઉપર બાણ ચઢાવ્યું, દૂરથી રાણાને આવતા દેખીને હાડો ગરજી ઊઠ્યો :
'ખબરદાર રાણા ! એટલે ઊભા રહેજો. હાડો બેઠો હોય ત્યાં સુધી બુંદીને નામે રમત રમાય નહિ, તે પહેલાં તો હાડાની ભુજાઓ સાથે રમવું પડશે.'
રાણાએ કુંભાજી ઉપર આખી સેના છોડી મૂકી. ભોંય પર ઘૂંટણભર થઈને કુંભે ધનુષ્ય ખેંચ્યું. ધનુષ્યમાંથી બાણુ છૂટતાં જાય તેમ સેનાના યોદ્ધાઓ એક પછી એક પડતા જાય. કુંભોજી કુંડાળું ફરતો ફરતો યુદ્ધ કરે છે, આખું સૈન્ય એના ઉપર તૂટી પડે છે. આખરે વીર કુંભે પડ્યો. નકલી કિલ્લાના સિંહદ્વારની અંદર, એના પ્રાણ રહ્યા ત્યાં સુધી કોઈ પેસી શકયું નહિ. એના લેહીથી નકલી બુંદીગઢ પણ પવિત્ર બન્યો.