પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


વિદ્યાર્થી જગતમાં એને સ્થાન મળ્યું છે એ એક જ વાતથી દોરાઈને આ નવી આવૃત્તિ ધરવાની હિંમત કરી છે. શાળાનાં કિશોર ભાઈબહેનોને દૃષ્ટિ સામે રાખીને જ નવી આવૃત્તિમાં આખું આલેખન સંસ્કારેલું છે, વાક્યો સરખાં કર્યા છે. પ્રકાશકોએ પણ વિદ્યાર્થી ભાઈબહેનોની સગવડ ધ્યાનમાં લઈને જ પુસ્તકની કિંમતમાં બે આનાનો મોટો ધટાડો કર્યો છે.

સૌરાષ્ટ્ર સાહિત્યમંદિર
તા ૨૦ : ૫ : ૩૧
ઝવેરચંદ મેઘાણી