પૃષ્ઠ:Kurbanini Kathao.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
નરક-નિવાસ


[રાજા સોમક મરીને આકાશમાર્ગે સ્વર્ગમાં જાય છે. રસ્તામાં નરકપુરી આવે છે. તે કાળનો આ પ્રસંગ છે.]

[ નેપથ્યમાં ]

કયાં જાઓ છો મહારાજ ?

સોમક : કોણ છે એ ? એ કેાણ બેલાવે છે મને ? ઘનઘોર અંધારામાં કાંઈ યે દેખાતું નથી. હે દેવદૂત ! પલવાર તારા વિમાનને આંહીં થંભાવ.

[ નેપથ્યમાં ]

હે નરપતિ ! નીચે આવો ! નીચે ઊતરો હે સ્વર્ગના મુસાફર !

સોમક : કોણ છો તમે ? કયાંથી બોલાવો છો ?

[ નેપથ્યમાં ]

સાદ ન ઓળખ્યો રાજા ? મૃત્યુલોકનો હું તમારો પુરોહિત !

સોમક : ગુરુદેવ ! ગુરુદેવ તમે અાંહીં ? આખા બ્રહ્માંડનાં અાંસુ એકઠાં મળ્યા હોય, એ આંસુની વરાળ બની