પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
યુવરાજજન્મતિથિમહોત્સવ


તૉઘર આયો રતન સે, મું ધરજો સિલધાર;
કચ્છ ધરાજો પાતસા, કેઓ સરજણહાર.
કરે વડો ભગવાન ઈ, ઝિઝો જિયે હી જામ;
થિયે વડો સિલધાર ને, પારે ખલક તમામ.
ધુઆ અસી ધિલનું ઘુરોં, અમર રખે ભગવાન;
સચી ગાલ બારોટ ચૈ, રખજા તેજો ધ્યાન !*"[૧]

એની પછી એક ગુર્જર કવિ પોતાના કવિત્વનું દર્શન કરાવતો બોલ્યો કે;—

ચોપાઈ–"કહુँ સાંભળો જામ હમીર, મનમાં બહુ રાખો ધીર;
કુમાર આ થાશે ફાંકડો, દેખાશે રૂડો વાંકડો.
મને એમ લાગ્યું છે આજ, કચ્છ ભૂમિનું કરશે રાજ;
બધા ભૂપને એ જીતશે, પણ વિપત્તિ એને વીતશે.
અંતે થાશે એ સરદાર, ભવિષ્ય એ સાચું નિર્ધાર;
માતાજીએ સ્વપ્ને કહ્યું, તેમ આજે બરાબર થયું."

અંતે નારોપંત નામનો એક દક્ષિણી કવિ પોતાની કવિતાકામિનીના લાવણ્યની છટાને બતાવતો બોલ્યો કે:—

આર્યાગીતિ–"સ્વામી કચ્છ ધરેચા, શ્રીમંત મહાનરાધિનાથ વરા;
સદ્‌ગુણયુક્ત વિચારી, પાલનકર્ત્તા હમીર જામ ખરા.
વીર કુમારીશ્રીચા, જન્મમહોત્સવ સદા સુખદ હોવો;
આણખિ સંતતિ વ્હાવી, સાર્વભૌમરાજતેજ હા પાવો!"†[૨]

સર્વ કવિઓના બોલી રહ્યા પછી એક સારસ્વત બ્રાહ્મણ કે જે એ જ નગરમાં વસતો હતો, તે જ્યોતિષી હોવાથી કુમાર ખેંગારજીનું વર્ષફળ તૈયાર કરી લાવ્યો હતો, અને તેથી તે ઉઠીને પ્રાર્થના કરતો


  1. *આ કચ્છી ભાષાની કવિતાનો ભાવાર્થ એ થાય છે કે:-"હે જામ હમ્મીરજી ! આજે મેં તારા ગૃહમાં કુમારને જોયો છે; એટલે પોતાની પ્રતિષ્ઠાને જાણી પિછાનીને અમને જે આપવું હોય તે આપજે. તારા ગૃહમાં જે રત્ન (પુત્રરત્ન) આવ્યું છે, તે મારા ગૃહનો સરદાર છે - અને ઈશ્વરે કચ્છ ધરાનો બાદશાહ કર્યો છે. એ જામ મોટો થાઓ, ઘણું જીવો. મોટો સરદાર થાઓ અને સર્વ જગતને પાળો, અમે હૃદયથી એ જ માગીએ છીએ કે, એને ભગવાન્ અમર રાખે. બારોટ આ સત્ય વાર્ત્તા કહે છે તેને ધ્યાનમાં રાખજો."
  2. †"હે કચ્છ ધરાના સ્વામી, શ્રીમંત, મહાનરાધિનાથ, ઉત્તમ, સદ્‌ગુણયુક્ત, વિચારશીલ અને પાલનકર્ત્તા જામ હમ્મીર ! આ કુમારશ્રીનો જન્મદિનોત્સવ સદા સુખદ થાય, તને અન્ય સંતતિ થાય અને આ કુમાર સાર્વભૌમ રાજાના તેજને પ્રાપ્ત કરે."