પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૬
કચ્છનો કાર્તિકેય


"અમદાવાદ નગર વસ્યા વિશે[૧] એક એવી આખ્યાયિકા સાંભળવામાં આવે છે કે, જે વેળાયે અમદાવાદ વસ્યું નહોતું, તે વેળાયે તે સ્થાનમાં આસપાસ ઘાટી ઝાડી અને તેની વચ્ચે આસ્તોડિયું અથવા આશાવલ્લી નામક એક નાનું ગામ હતું. સંસ્કૃતમાં એ ગામનું નામ 'આશાપલ્લી,' લખેલું છે. આ ગામમાં આશો નામને એક ભિલ્લ વસતો હતો, અને તેની ગુર્જરકુમારી–ગુજ૨ કુંવરી–નામક એક અત્યંત સૌન્દર્યવતી પુત્રી હતી. તે સમયમાં અત્યારે જ્યાં

    પરંતુ સાભ્રમતી સરિતા અંબા ભવાની (અંબાજી માતા) ની પાસેના પાર્વત્ય પ્રદેશમાંથી એટલે કે અર્બુદાચલ (આબૂ) માંથી નીકળીને ગુજરાતમાં આવે છે, એ વાર્તા નિર્વિવાદ સિદ્ધ થવાથી પૂર્વ માન્યતા સર્વથા અસત્ય સિદ્ધ થઈ ચૂકી છે. એ વિષે મિસ્ટર હેન્રી જ્યોર્જ બ્રિગ્સ પોતાના "The cities of Gujashtra" નામક ગ્રંથના ૨૦૮ મા પૃષ્ઠમાં લખે છે કે:—
    "The Saharmati (vulgace Sabermaty)-frequently confounded with Saraswati, the Arethusa of Gujarat takes its rise in a mountain not far from Amba Bhuvani, a celebrated Hindu Shrine on the confines of Marwar and Gujarat: it flows thence in a due South South-westerly direction, and disembogues itself in the Gulf of Cambay and its junction with the river Mahi............ It was formerly believed that the Saharmati had its origin in the Debar lake in the province of Udipur; but this idea has become exploded with more accurate knowledge."
    અહીં જે એક વાર્તા વિશેષત: ધ્યાનમાં રાખવાની છે, તે એ છે કે, કેટલીક વાર પુરાણમાંથી પણ કેટલીક વાર્તાઓ કેટલીબધી સત્ય તથા ઉપયુક્ત થઈ પડે તેવી મળી આવે છે; અર્થાત્ પુરાણોમાં કેટલાકો માને છે તેમ સર્વથા ગપાષ્ટકોનો જ સુકાળ નથી હોતો અને આ એનું એક પ્રત્યક્ષ પ્રમાણ છે. બ્રિગ્સ જેવા ઇતિહાસવેત્તાએ સાભ્રમતીના ઉત્પત્તિસ્થાનનો અત્યારના સમયમાં અમુક શોધ પછી જે નિર્ણય કર્યો છે, તે વાર્તાનો 'પદ્મપુરાણમાં' પ્રથમથી જ ઉલ્લેખ કરાયો છે; એટલે કે, સાભ્રમતીનો ઉદ્‌ભવ આબુ પર્વતમાંથી થર્યો છે, એવું 'પદ્મપુરાણ' માં સ્પષ્ટ વિધાન કરેલું છે. આવી જ રીતે જો પુરાણોનું એકાગ્રતાથી અવલોકન કરવામાં આવે તો અન્ય પણ કેટલાક વિવાદગ્રસ્ત ઇતિહાસોપયોગી વિષયોનું પુરાણોની સહાયતાથી નિરાકરણ થઇ શકે તેમ છે.

  1. 'ગુજરાતી' ની ૨૭ મી ભેટ તરીકે પ્રકટ થયેલી 'ભદ્રકાળી અથવા પાવાગઢને પ્રલય' નામક ઐતિહાસિક નવલકથામાં જે ઐતહાસિક પ્રસંગ ચર્ચવામાં આવ્યો છે, તે પ્રસંગ સાથે તે સમયના અમદાવાદના સહવાન મહમ્મદ બેગડાનો ગાઢ સંબંધ હોવાથી તે નવલકથાના પૃષ્ઠ ૯૯, ૧૦૦ અને