પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮
કચ્છનો કાર્તિકેય


પૂર્વક પ્રાર્થના કરી એટલે બાવાએ જણાવ્યું કે: 'જો તમો મારું નામ કાયમ રાખો તો કોટ ચણાય અને શહેર પણ આબાદ થાય.' બાદશાહે તેની માગણીને માન આપી તેના નામનો 'માણેકબુર્જ' ચણાવ્યો અને ચોકનું 'માણેકચોક' નામ રાખ્યું કે જે અદ્યાપિ અવિચલ છે.

"બીજી એક આખ્યાયિકા કિંવા ઐતિહાસિક કથા એવી છે કે જે વેળાયે સુલ્તાન મુજફ્ફરશાહ મરી ગયો, તે વેળાયે તેનો પૌત્ર અહમ્મદશાહ ગુજરાતનો સુલ્તાન થયો. પરંતુ તેનો પિત્રાઈ ફીરોજશાહ તેના સુલ્તાનપદનો અસ્વીકાર કરીને પોતે સુલ્તાન થવાની આકાંક્ષાથી ભૃગુપુર (ભરૂચ) માં સાત કે આઠ હજાર માણસનું સૈન્ય એકઠું કરી નર્મદાના તીરે છાવણી નાખીને પડ્યો. એ બળવાખોર ફીરોજશાહને દાબી દેવામાટે જ્યારે અહમ્મદશાહ પાટણથી ભરૂચ તરફ આવવા નીકળ્યો ત્યારે વચ્ચે સાભ્રમતીના તીરપ્રાંતમાં આવેલા આશાવલી ગામ પાસે તેના લશ્કરે છાવણ નાખી. એ સ્થાનનાં હવાપાણી બાદશાહને ઘણાં જ સારાં લાગવાથી ફીરોજશાહને પરાજિત કર્યા પછી તેણે એ સ્થાનમાં પોતાના નામથી નવીન નગર વસાવ્યું અને તેને જ પોતાની રાજધાનીનું કેન્દ્રસ્થાન બનાવ્યું. એ પછી પાટણના સુલ્તાનો અહમ્મદાબાદ (અમદાવાદ)માં વસવા લાગ્યા અને તેઓ અમદાવાદના સુલ્તાનના નામથી ઓળખાતા થયા.

"અમદાવાદના આબાદ થવા વિશેની એ બન્ને આખ્યાયિકાઓમાં કેટલોક ભેદ હોવા છતાં એટલું તો નિર્વિવાદ જણાઈ આવે છે કે, અમદાવાદને વસાવનાર તો અહમ્મદશાહ પહેલો જ હતો અને અત્યારે એ નગર તેના નામથી જ ઓળખાય છે, માત્ર એટલું જ નહિ, પણ મૂળ આસ્તોડિયા અથવા આશાવલી ગામના સ્મારકરુ૫ 'આસ્તોડિયો દરવાજો' પણ અત્યાર સુધી કાયમ છે. અસ્તુ.

"અમદાવાદને મૂળ વસાવનાર તો અહમ્મદશાહ હતો, પણ મહમૂદ બેગડો ગુજરાતનો એક મહાપ્રતાપી સુલ્તાન હોવાથી તેના સમયમાં અમદાવાદની જાહોજલાલી ઘણી જ વધી ગઈ હતી. અત્યારે અમદાવાદમાં મુસલ્માનોના સમયની જે સારી સારી ઇમારતોનાં જોવાલયક

    Gates, but the course of the stream was diverted by Mahmud Shabài the First, Surnamed Begadà, when tho city walls were constructed under his mandate in 891 A. H., corresponding with 1485, of the Christian era.") જો કે અહી કિંચિત્ મતભેદ છે, છતાં એ તો નિર્વિવાદ સિદ્ધ થાય છે કે, અત્યારે જ્યાં છે ત્યાં અમદાવાદ વસ્યા પૂર્વે સાભ્રમતીનો પ્રવાહ નહોતો.