પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૪
કચ્છનો કાર્તિકેય

આવીને તે શેર સાથે જીવસટોસટની લડાઈ કરીને તેને મારી નાખ્યો અને મને તથા આપણી પ્રજાને તે શેરના ત્રાસથી મુક્ત કરી દીધાં. હકતાલાએ આબરૂ રાખી અને ખયર કરી; ખરેખર અત્યારે હું મલકુલમઓતના પંજામાંથી છટકીને જ અહીં આવ્યો છું.” સુલ્તાન બેગડાએ, મહાલયમાં આવી નમાજ પઢીને નાસ્તો કર્યા પછી પોતાની વ્હાલી બેગમ કમાબાઈ—અલૈયાજીની—ભગિનીને પોતાના શિરપર આવી પડેલી આપત્તિનો વૃત્તાન્ત સંભળાવતાં એ પ્રમાણેના ઉદ્‌ગાર કાઢ્યા.

સુલ્તાનના એ ઉદ્‌ગારો સાંભળીને કમાબાઈ પરમાત્માનો આભાર માનતી કહેવા લાગી કેઃ “ઈશ્વરે આજે મારા સૌભાગ્યને અખંડ રાખવાની જે કૃપા દર્શાવી છે, તે માટે અત્યારે હું તે પરમકરુણામય પરમાત્માનો જેટલો પણ આભાર તથા ઉપકાર માનું તેટલો ઓછો જ છે. પણ આલાહજરત, તે બે તરુણ અને અજ્ઞાત ક્ષત્રિયકુમારો કોણ હતા વારુ ?”

આ પ્રશ્ન તો કમાબાઈએ પોતાના પતિ સુલ્તાન બેગડાને પૂછ્યો હતો, પરંતુ એ જ વેળાયે સુલ્તાનના અંતઃપુરના દ્વારમાં પ્રવેશ કરીને તેના બંધુ અલૈયાજીએ તેના એ પ્રશ્નનું ઉત્તર આપતાં જણાવ્યું કે: “પૂજ્ય ભગિની, તે બે તરુણ તથા અજ્ઞાત ક્ષત્રિયકુમારો બીજા કોઈ નહિ, પણ આપણા પોતાના પુત્ર અને આપણા બંધુઓ ખેંગારજી તથા સાયબાજી જ હતા. આજે સુલ્તાન સલામતના જીવનરક્ષણનું શ્રેય આપણા કુટુંબના ભાગ્યમાં લખાયલું હોવાથી તેમને આ સિંહ સાથેના યુદ્ધમાં વિજય મળ્યો છે અને તેથી આપણાં મુખમંડળો પણ ઉજ્જવલ થયાં છે !”

અહીં વચ્ચે એ વાર્તા જણાવવાની આવશ્યકતા છે કે સુલ્તાન બેગડાએ કમાબાઈને હિન્દુધર્મ પાળવાની અને હિન્દુધર્મના આચાર વિચાર પ્રમાણે વર્તવાની છૂટ આપી હતી તેમ જ અલૈયાજી તેનો સહોદર હોવાથી અલૈયાજીને કમાબાઈને અંતઃપુરમાં કોઇ પણ વેળાયે આવવાનો પ્રતિબંધ નહોતો અને તેથી જ અલૈયાજી અત્યારે અચાનક કમાબાઈના અંત:પુરમાં આવી શક્યો હતો. અત્યાર સુધી ખેંગારજીની ના હોવાથી તેણે ખેંગારજી તથા સાયબજીના અમદાવાદમાંના નિવાસનો વૃત્તાંત પોતાની ભગિનીને સંભળાવ્યો નહોતો; પરંતુ આજે હવે પોતાની ભગિનીને, યોગ્ય પ્રસંગ આવેલો હોવાથી, તે વૃત્તાન્ત સંભળાવવાના ઉદ્દેશથી જ તે અત્યારે તેના અંતઃપુરમાં આવ્યો હતો; પણ દ્વારમાં આવતા સુલ્તાન તથા પોતાની ભગિની વચ્ચે એ જ વિષયની ચર્ચા ચાલતી સાંભળીને થોડી વાર તે બહાર જ ઊભો રહ્યો હતો અને જ્યારે કમાબાઈના મુખમાંથી એવો પ્રશ્ન નીકળ્યો કે તેનું ઉત્તર સુલતાનના મુખમાંથી