પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


રાજા મહારાજાઓમાં તથા

દરેક તવંગર કુટુંબોમાં વપરાતી અમારી પ્રખ્યાત શાસ્ત્રોક્ત

મકરધ્વજ યાકુતી.

આ યાકુતીમાં સોનું, મોતી, ચાંદી જેવી કીમતી ચીજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલાં રાજા મહારાજાઓને આજ દવા આપીને વૈદ્યો તેમની પાસે સારી જાગીરો તથા મોટાં ઇનામ પ્રાપ્ત કરતા હતા આ દવા જેટલી કીંમતી છે તેટલી જ ગુણમાં ઉત્તમ છે. તેની ખાત્રી માટે આ યાકુતીમાં કેટલી ચીજો, કેટલા પ્રમાણમાં વાપરી છે તેનું માપ નીચે પ્રમાણે છે.

૧ સુવર્ણભસ્મ તો. ૧
૨ બંગભસ્મ " ૦||
૩ મૌક્તિક ભસ્મ " ૦||
૪ રસસીન્દુર " ૦||

પ સુવર્ણ સીન્દુર
(પૂર્ણ ચંદ્રોદય) તો. ૨
૬ કસ્તુરી " ૦||
૭ પ્રવાલભસ્મ " ૦||
૮ શુદ્ધ બરાસ " ૦||

૯ અભ્રકભસ્મ " ૦||
૧૦ જાયફલ " ૦||
૧૧ રૂપાની ભસ્મ " ૦||
૧૨ કાંસાની ભસ્મ " ૦||
૧૩ લોહભસ્મ " ૦||

ઉપર મુજબ કીંમતી વસાણાઓનો આ યાકુતીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. શક્તિ માટે તેમજ વીર્યની વૃદ્ધિ કરી કાયમની શક્તિ ટકાવી રાખનાર આ યાકુતીથી એક પણ દવા ચઢીઆતી નથી, નકલી યાકુતી વાપરી તથા વેદ્યો ડોક્ટરોની શક્તિની દવાથી કંટાળી ગયેલાઓને આ યાકુતી વાપરવા અમારી ખાસ ભલામણ છે. કિમ્મત ગો. ૪૦ ના રૂ. ૧૦-૦-૦. (વધુ વિગત માટે સુચીપત્ર મફત મગાવો.)


દરેક મોટા શહેરોમાં એજન્ટોની ખાસ જરૂર છે. માહીતી માટે એજન્સીના નિયમો મંગાવો, દરદીઓ માટે ખાસ સગવડ "ઊંઝા"માં રાખવામાં આવે છે, તેમજ પોતાના દરદ હકીકત લખવાથી દવા વી. પી. થી મોકલવામાં આવશે. દરેક જાતના રોગની સલાહ મફત.

તમામ જાતની દેશી દવાઓ મોટા જથામાં બનાવનાર તથા વેચનાર જુનું પ્રખ્યાત કારખાનું—

કારખાનું—
ઊંઝા !
(ગુજરાત)
ઊંઝા કેમીકલ વર્કસ,
પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ નં૦ ૨.
}