પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૧
રાજ્યાભિષેક અને કૃતજ્ઞતા

આ કૃતજ્ઞતાદર્શન વિધિની સમાપ્તિ થતાં ખેંગારજીએ જે સિંહચર્મ શિરોભૂષણ આપ્યું હતું તે શિરોભૂષણને પોતાના મસ્તકપર ધારણ કરીને ભવ્યાકૃતિ ભદ્રપુરુષ માણેકમેરજી પોતાના આસન પરથી ઉઠીને ઉભા થયા અને પોતાની ગંભીર, પ્રભાવશાલિની તથા મધુરવાણીથી રા ખેંગારજી ૧ લાને સંબોધીને કહેવા લાગ્યો કે:—

“હે કચ્છદેશના વીર ચૂડામણી રાજન્, ભારતીય ઇતિહાસ તથા પુરાણગ્રંથોમાં મહાદેવના પુત્ર અથવા રુદ્રકુમાર કાર્તિકેયના જન્મના ઉદ્દેશને દર્શાવનારી કથા એવી રીતે વર્ણવાયેલી છે કે તારકાસુર નામક દૈત્યે તપસ્યાના યોગે અમોઘ શક્તિ મેળવીને દેવોને દમવાના દારુણ કાર્યનો આરંભ કર્યો અને દેવોમાં તેને સંહારવા જેટલી શક્તિ ન હોવાથી દેવો 'ત્રાહિ ત્રાહિ' પોકારવા લાગ્યા એટલે તે અમોઘ શક્તિશાળી દૈત્યના સંહારમાટે દેવાધિદેવ મહાદેવને તે દૈત્યથી પણ અધિક બળસંપન્ન પુરુષને ઉત્પન્ન કરવાની આવશ્યક્તા જણાતાં તેમણે એક પુત્રને ઉત્પન્ન કરી ચન્દ્રમાની સ્ત્રી કૃત્તિકાના દુગ્ધથી તેનું પોષણ કરાવ્યું અને તેથી રુદ્રનો તે કુમાર કાર્તિકેય નામથી ઓળખાવા લાગ્યો. દેવોએ તેને પોતાના સેનાપતિ તરીકે સ્વીકાર્યો અને તેણે પોતાના પ્રચંડ બળ તથા અલૌકિક યુદ્ધકૌશલ્યથી તારકાસુરનો તેની દૈત્ય સેના સહિત વધ કરીને દેવોને તેના ત્રાસથી મુક્ત કર્યા અને દેવરાજ્યને સર્વથા નિર્ભય તથા સુરક્ષિત અવસ્થામાં લાવી મૂક્યું. કાર્તિકેય પ્રચંડબળશાળી તથા દેવોનો સેનાપતિ હોવાથી તેને સેનાપતિ, મહાસેન, સિદ્ધસેન, યુદ્ધરંગ તથા શક્તિધર આદિ નામોથી પણ ઓળખવામાં આવે છે તેમ જ તારકાસુરનો તેના હસ્તથી સહાર થયેલો હોવાથી તે તારકજિત્ નામથી પણ ઓળખાય છે. પુરાણોમાં કાર્તિકેયનાં છ મુખ, દ્વાદશભુજા તથા દ્વાદશનેત્રો વર્ણાવેલાં હોવાથી તેનાં ષડાનન, દ્વાદશકર તથા દ્વાદશાક્ષ આદિ નામો પણ જોવામાં આવે છે; પરંતુ મારી માન્યતા અનુસાર એ અલંકારિક વર્ણન હોવાથી એનો એટલો જ અર્થ સ્વીકારવાનો છે કે તેનામાં તારકાસુર સમાન છ દૈત્યોના બળ જેટલા બળનો સમાવેશ થયેલો હતો અને તેથી એક તારકાસુરને મારવો એ તો તેનામાટે એક સાધારણ કાર્ય હતું. બ્રહ્માની પુત્રી દેવસેના અથવા ષષ્ઠીદેવી સાથે કાર્તિકેયનો લગ્નસંબંધ થયો હતો. કાર્ત્તિકેયની આ કથાને આ પ્રસંગે વર્ણવવાનું કારણ એ છે કે કાર્તિકેયની એ જીવનકથા સાથે મને આપ શ્રીમાન્‌ની જીવનકથાનું એટલું અને એવું તો સામ્ય દેખાય છે કે તેના યોગે જાણે અત્યારે આ કચ્છદેશના સિંહાસનપર રુદ્રકુમાર કાર્તિકેય જ મનુષ્યના રૂપમાં વિરાજ્યા હોયની ! એવો જ મારાં નયનોને ભાસ