પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૭
ઉપસંહાર


જામ રાવળ કચ્છમાંથી પોતાના ચાર હજાર સૈનિકો સહિત નીકળીને સાત શેરડાના માર્ગે થઈ કટારિયામાં ગયો હતું અને ત્યાંના દેદા અમલદારો પાસેથી તેણે અનાજની મદદ માગી હતી; પરંતુ દેદા અમલદારોએ અનાજને બદલે ધૂળના પોઠિયા સામા મૂક્યા. જામ રાવળે શકુન માનીને મસ્તક નમાવ્યું અને ઉદ્‌ગાર કાઢ્યો કેઃ “આ ભૂમિમાં મારા રાજ્યની સ્થાપના થશે, એમ આજના આ શકુનથી મને સ્પષ્ટ જણાય છે." એ પછી તેણે તત્કાળ ત્યાંથી પ્રયાણ કરીને આમરણની પાસેના દહિસરા નામક સ્થાનમાં મુકામ કર્યો. ત્યાં રહીને તેણે જેઠવા વંશના રાજાઓની ભૂમિને ધીમે ધીમે હસ્તગત કરવાનો વ્યવસાય ચલાવ્યો, કેટલીક ભૂમિનો અધિકાર હાથમાં આવી ગયા પછી ખંભાલિયામાં પોતાના રાજ્યાભિષેકનો મહોત્સવ કર્યો અને પછી જેઠવાના તાબાનું નાગની બંદર લઈને ત્યાં નવાનગર અથવા જામનગર નામક રાજધાનીનું નવીન નગર વસાવવાનો આરંભ કરી દીધો. ગજણના પુત્ર હાલાના વંશમાંનો જામ રાવળ હોવાથી જે ભૂમિ તેના અધિકારમાં આવી હતી તે ભૂમિનું નામ 'હાલા’ના નામથી 'હાલાવાડ' રાખવામાં આવ્યું કે જે રાજ્ય પછીથી 'હાલાવાડ' શબ્દનો અપભ્રંશ થતાં 'હાલાર' નામથી ઓળખાવા લાગ્યું અને તે નામ અદ્યાપિ પ્રચલિત છે. કચ્છના ખેંગારજીએ 'રાવ' પદવી ધારણ કરેલી હતી, એટલે જામ રાવળે 'જામ' પદવી કાયમ રાખી અને તેથી અદ્યાપિ 'હાલાર' અથવા જામનગર રાજ્યના રાજાઓ 'જામસાહેબ'ના નામથી જ ઓળખાય છે.

અસ્તુ: દુષ્ટ મનુષ્ય પોતાની દુષ્ટતાને કદાપિ ત્યાગતો નથી; અર્થાત લીંબડાના રસને અમૃત સાથે મેળવવામાં આવે, તો પણ તેની કડવાશનો લોપ થતો નથી, તેવી રીતે જામ રાવળનો પરાજય થવા છતાં, તેણે ખેંગારજી સાથે વૈરભાવ ન રાખવા માટે બીજી વાર માતાજીના શપથ લીધેલા હોવા છતાં અને પોતાના નવીન રાજ્યની સ્થાપના કર્યા છતાં પણ ખેંગારજી સાથેના તેના વૈરભાવનો લોપ થયો નહોતો અને તેથી તે ખેંગારજીને મારી નાખવાના પ્રયત્નો કર્યા જ કરતો હતો. એક વાર જામ રાવળે પોતાની સભામાં ઇનામનું બીડુ ફેરવીને પોતાની એવી અભિલાષા વ્યક્ત કરી કે: “જે કોઈ પણ કચ્છના અત્યારના રાવ ખેંગારજીને મારી તેનું મસ્તક મારી પાસે લઈ આવશે, તેને હું લખપસા કરીશ; એટલે કે, એક લાખ સિક્કા આપીશ!” બાર મનુષ્યોએ મળીને તે બીડું ઝડપ્યું અને તેઓ કચ્છમાં આવીને રાવશ્રીના નાશનો ઉદ્યોગ કરવા લાગ્યા. એક વાર અચાનક