પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૧
ઉપસંહાર

ત્યાગ કરી ગયો, કચ્છરાજ્યના નૈશ્ય અંધકારને જે મહાપુરુષે પોતાના વીરત્વ તથા બાહુબળરૂપ દીપકના પ્રકાશથી દૂર કરીને કચ્છદેશને 'ઉષા' – શાંતિપ્રકાશમયી ઉષા – નો સાક્ષાત્કાર કરાવ્યો હતો, તે મહાપુરુષ, તે પ્રાતઃ સ્મરણીય રાવશ્રી ખેંગારજી અથવા કચ્છના કાર્તિકેયના આદર્શ જીવનનો પણ કાળના કરાલ આઘાતથી અસ્ત થઈ ગયો.

આપણામાં એવી એક સર્વસાધારણ કિંવદંતી સર્વત્ર પ્રચલિત છે કે:–

"નામ રહંતાં ઠક્કરાં, નાણાં નહીં રહંત;
કીર્ત્તી કેરાં કોટડાં, પાડ્યાં નહીં પડંત !”

અર્થાત્ જો એ કિંવદંતીમાં કાંઈ પણ સત્યાંશ હશે, તો રાવશ્રી ખેંગારજીએ કીર્ત્તિના તો એવા અભેદ્ય દુર્ગ ચણાવી મૂક્યા છે કે, યાવચ્ચંદ્રદિવાકરૌ તેનું નામ તે કીર્ત્તિના યોગે અમર તથા શાશ્વત રહેવાનું છે અને જો 'कीर्त्तिर्यस्य स जीवति' એ સૂત્રને આપણે સત્ય માનીએ, તો તો તે આજે પણ જીવતો જ છે, એમ જ આપણે સ્વીકારવું પડશે; કારણ કે, તે કીર્ત્તિરૂપે તો સમસ્ત કચ્છદેશના લોકોનાં અંતઃકરણમાં આજે પણ જીવિત છે.

અસ્તુઃ રાવશ્રી ખેંગારજીના યુવરાજ ભોજરાજજીનો અલૈયાજીનામક એક કુમાર હતો અને તેથી કચ્છ રાજ્યના મુકુટ તથા સિંહાસનનો ઉત્તરાધિકારી તે જ હતો, પરંતુ જે વેળાયે તેના પિતા ભોજરાજજી તથા તેના પિતામહ રાવશ્રી ખેંગારજીનો સ્વર્ગવાસ થયો, તે વેળાયે તે અત્યંત અવયસ્ક હોવાથી રાજ્યનો અધિકાર રાવશ્રી ખેંગારજી ૧લાના દ્વિતીય કુમાર ભારમલ્લજીના હસ્તમાં આવ્યું. ભારમલ્લજીને કોઈ પણ પ્રકારના પરિશ્રમ વિના રાજ્ય તથા અગાધ સંપત્તિની પ્રાપ્તિ થયેલી હોવાથી અને તેની ઉદારતા અપૂર્વ હોવાથી ત્યાંના લોકોના મુખમાંથી એવા ઉદ્દગાર નીકળવા લાગ્યા કે 'खट्यो खेंगार ने भोगव्यो भारे' અર્થાત્ 'મેળવ્યું ખેંગારે અને ભોગવ્યું ભારે!”

ભુજ નગરને પોતાની રાજધાની કર્યા પછી રાવશ્રી ખેંગારજી ૧ લો ભુજમાં આવીને વસ્યા હતા, એ તો ઉપર જણાવેલું જ છે; પણ જ્યારે તે ભુજમાં આવ્યો ત્યારે ગોરજી માણેકમેરજીને પણ ત્યાં સાથે લેતો આવ્યો હતો અને ત્યાં પણ તેને એક સુંદર મકાન બંધાવી આપ્યું હતું એટલે અંબાજીની મૂર્તિ તથા સાંગ પણ ત્યાં જ લાવવામાં આવી હતી. ભુજમાં પણ ખેંગારજી નિત્ય પ્રભાતમાં અંબાજીના દર્શન માટે જતો હતો અને સંધ્યાકાળે માણેકમેરજી તેના ખાંડાને ધૂપ કરાવવા માટે દરબારમાં જતા હતા. તે દિવસથી ખાંડાના ધૂપની રૂઢિ