પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪
કચ્છનો કાર્તિકેય

આવી સ્થિતિમાં મેહમાનદારીનો શો ઉપભોગ લઈ શકાશે ?" હમ્મી૨જીએ યોગ્ય કારણ દર્શાવ્યું.

રાવળનું મુખ નિસ્તેજ થઈ ગયું; પણ પુનઃ તે પોતાના મતનું સમર્થન કરતો કહેવા લાગ્યો કેઃ "પૂજ્ય: બંધો, જ્યારે પ્રકૃતિ અસ્વસ્થ હોય અને મનશ્ચિન્તાનું પ્રાબલ્ય થયેલું હોય, તે વેળાએ પ્રવાસ અને સ્થાન પરિવર્તન આનંદના ઉત્પાદક હેતુ થઈ પડે છે. એ દૃષ્ટિથી વિચાર કરતાં પણ જો આપ મારે ત્યાં પધારશો, તો એક પંથને દો કાજ જેવું થશે, આપના ચિત્તને કાંઈક સ્વસ્થતા મળશે અને આપના સત્કારમાટેની મારી લાંબા સમયની આશા પરિપૂર્ણ થશે."

"રાવળજી, અત્યારે વિશેષ આગ્રહ ન કરો તો વધારે સારું; કારણ કે, હાલ તરત મારાથી આવી શકાય તેમ છે જ નહિ." હમ્મીરજીએ કાંઈક મલિન મુદ્રાથી એ ઉત્તર આપ્યું.

"આપના આ ઉત્તરથી મને તો એમ જ લાગે છે કે, આપનો હજી મારામાં પૂર્ણ વિશ્વાસ બંધાયો નથી. મારા મનમાં તો આપ વિશે હવે કશો પણ સંશય રહ્યો જ નથી. આપ આટલો બધો સંદેહ શાનો રાખો છો વારુ ? મને તો હવે આપે પોતાના એક પુત્ર જેવો જ જાણવો જોઈએ. મારી એવી ધારણા છે કેઃ "અદ્યાપિ મારા વિશે આપનું મન શંકાશીલ છે," રાવળે નિરાશાદર્શક અને ઉપાલંભરૂપ ઉદ્‌ગાર કાઢ્યા.

"તમારી એ ધારણા ભૂલભરેલી છે. મારો તમારામાં પૂર્ણ વિશ્વાસ છે," હમ્મીરજીએ શુદ્ધ અંતઃકરણ અને નિષ્કપટતાથી કહ્યું.

"જો એમ જ હોય, તો મારી પ્રાર્થનાને માન્ય કરી એક વાર મારા ગ્રામમાં પધારીને મારા ગૃહને પાવન કરો; એટલે હું જાણું કે, આપને મારામાં ખરેખરો વિશ્વાસ છે," જામ રાવળે પુનઃ આગ્રહ પૂર્વક પ્રાર્થના કરી.

"હું તમારા ગ્રામમાં અને તમારે ઘેર આવું, એ મને યોગ્ય નથી લાગતું," હમ્મીરજીએ તેના અત્યાગ્રહને જોઈ હવે કાંઇક શંકાશીલ મુદ્રાથી કહ્યું.

"યોગ્ય નથી લાગતું એનો હેતુ એ જ કે, આપનો મારામાં અવિશ્વાસ છે. પણ ભદ્રભૂપાલ, આપની શંકા અનુચિત છે. હું આશાપુરા માતાજીના શપથ લઈને કહું છું કે, હું કોઈ પણ પ્રકારના પ્રપંચ અથવા દગો કરીશ નહિ. જો હું પ્રપંચ કરું તો મારો રૌરવ નરકમાં નિવાસ થાઓ ! આટલો બધો આગ્રહ માત્ર હું એટલામાટે જ કરું છું કે, એક તો આપના ચરણસ્પર્શથી મારું ધામ અને ગૃહ પવિત્ર થાય અને બીજું,