જે વેળાએ વનવાસી હતા, તે વેળાએ તેમણે પોતાની પત્ની સીતા સહિત એ દેશમાં નિવાસ કરેલો હતો. તેઓ જે સ્થળે આવીને વસ્યા હતા, તે સ્થળ પૂર્વે રામારણ્યના નામથી ઓળખાતું હતું. પ્રથમ રામ અને સીતાએ અઘોરા નદીની દરીમાં નિવાસ કર્યો હતો અને ત્યાંથી ગોરખતડાગ તથા તુંગભેર આદિ સ્થળે જઈને ત્યાર પછી તેઓ સૈન્યસહવર્તમાન હિંગુલાદેવીના દર્શનમાટે ગયાં હતાં, એવી એક પુરાતન જનાખ્યાયિકા આજે પણ કચ્છના જનસમાજમાં ચાલતી જોવામાં આવે છે.[૧]. જે સ્થળ પૂર્વે રામારણ્યના નામથી ઓળખાતું હતું, તે વર્તમાનકાળમાં રામવાડાના અપભ્રષ્ટ નામથી ઓળખાય છે. એરિયન્ના ગ્રંથમાં એનો રામબાગના [૨] નામથી ઉલ્લેખ કરાયલો છે. કચ્છ પ્રાન્તમાં અઘોરા નદીની દરીમાંની બે ગુહાઓમાં કાળી અને હિંગુલા નામક બે દેવીઓનાં દેવાલયો છે તેમ જ નદીના પાત્રમાં એક કૂવો છે કે જે રામચંદ્રવાપી કિંવા રામચંદ્રકૂપના નામથી અદ્યાપિ એળખાય છે.[૩] ભદ્રાવતી નગરી પણ પ્રાચીન જ છે. એ નગરીમાં મહાભારતના સમયમાં યૌવનાશ્વ નામક રાજા રાજ્ય કરતો હતો. એ અને બીજાં કેટલાંક કારણોથી પરાપૂર્વથી એ દેશમાં અનેક રાજ્યો થતાં આવ્યાં છે અને એ દેશમાંની કેટલીક વસ્તુઓ બીજા દેશોમાં પણ જતી હતી, એમ માનવામાં પણ અનેક કારણો વિદ્યમાન છે. આશાપુરી ધૂપ અને ફટકડી કે જે પૂર્વે સૌરાષ્ટ્રાના નામથી ઓળખાતી હતી તે બે વસ્તુઓ માત્ર એ દેશમાં જ ઉત્પન્ન થતી હતી અને કચ્છના વ્યાપારીઓ એ વસ્તુઓને અન્ય દેશોમાં મોકલતા હતા. એથી બીજો એ સિદ્ધાન્ત પણ બાંધી શકાય છે કે પ્રાચીન કાળમાં પણ કચ્છનો વ્યાપાર બીજા દેશો સાથે ચાલ્યા કરતો હતો. કચ્છમાં આજ સૂધી એક કહેવત બોલાતી સાંભળવામાં આવે છે કે: “ કચ્છમેં પખે રાજ હો !” (કચ્છમાં છાપરિયા રાજ્ય હતુ.) એટલે કે, જેવી રીતે પ્રત્યેક ગ્રામમાં કેટલાક દીન સ્થિતિના મનુષ્યો ગામના પાદરમાં અથવા દૂર જંગલમાં જાવલી વગેરેનાં છાપરાં કરી રહે છે, તેવી રીતે કચ્છમાં મોડ અને મનાઈના સમયમાં એવાં છાપરાં જ હતાં. માત્ર ચાર પાંચ નગરમાં જ સારી બાંધણીનાં ઘરો જોવામાં આવતાં હતાં. ત્યારપછી કાળનું જેમ જેમ પરિવર્ત્તન થતું ગયું
પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૩૭
દેખાવ