પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
કચ્છનો કાર્તિકેય

શંકાની સત્યતાનો આપણને પરિચય મળે છે કે હમ્મીરજીના વિશ્વાસ અને રાવળના મૈત્રીભાવની સત્યતાનો સાક્ષાત્કાર થાય છે; કારણ કે, બેમાંથી એક વિષયનો તો આપણને પરિચય થવો જ જોઈએ.

-+-+-+-
ષષ્ઠ પરિચ્છેદ
ભયંકર વિશ્વાસઘાત!


" नदीनां नविनां चैव शृंगिनां शस्रपाणिनाम् ।
विश्वासो नैव कर्तव्य: स्त्रीषु राजकुलेषु च" ॥
सुभाषितम्.

.

"આજનો દિવસ પણ એક વિચિત્ર દિવસ જ કહી શકાય. આજ સંધ્યાકાળના ભોજનસમારંભમાં બે મહાન અતિથિઓ પધારશે અને તેમના માટે ભિન્ન ભિન્ન બે થાળીઓ પિરસાશે. એક તો જામ હમ્મીર કે જે બિચારાં નિરપરાધી પશુઓના માંસથી અને અન્ન આદિ સાધારણ ભોજ્યવસ્તુઓના ભક્ષણથી પોતાની ક્ષુધાને શાન્ત કરશે; અને બીજો અતિથિ સાક્ષાત્ અંતકાળ છે તે આવીને એ જામ હમ્મીરના માંસ અને રકતથી પોતાના ઉદરમાં સળગતી ક્ષુધાની ભયંકર જ્વાળાને સમાવશે. કેવી વિચિત્રતા ! વિશ્વનો એ જ વિલક્ષણ વ્યવહાર ! એકનો નાશ તે જ બીજાનો વિલાસ થાય છે ! આજે સંધ્યાકાળે નભોમંડળમાં સૂર્યનો અસ્ત થશે એટલે શીઘ્ર જ ચંદ્રનો ઉદય થશે ! તે જ પ્રમાણે, આજે જામ હમ્મીરરૂપ સૂર્યના અસ્તંગત થવાની સાથે જ જામ રાવળરૂપ વિધુનો વૈભવ પ્રકટશે, એ વિધિએ નિર્માણ કરી મૂકેલું હોય, એમ જ દેખાય છે !

“પ્રભવતી જવ હાનિ એકની, લાભ જાય;—
નર કર વળી બીજે, રીતિ એ સૃષ્ટિમાંય;
દિનપતિ રવિ થાતાં, અસ્ત આકાશ માન;
નિશિપતિ વિધુ રાજે, તે સ્થળે પૂર્ણમાન !'

આજના દિવસમાં જેમ રમણીયતા સમાયલી છે, તેમ ભયંકરતા પણ મેળવાયલી છે ! ભયાનક કાળ મુખ વિકાસીને ઉભો છે, તેની લંબ જિહ્વા રકતપાનમાટે મુખમાંથી બહાર ડોકિયાં કરતી દેખાય છે અને તેની દાઢો માંસ ચાવવામાટે આતુર થયેલી દ્દષ્ટિગોચર થાય છે ! મહારૌરવનરક સમાન સ્મશાનભૂમિ, ચિતા અને માનવી