પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦
કચ્છનો કાર્તિકેય


"ભગિની, તમારો શુદ્ધ આશીર્વાદ પણ મહાદુર્લભ છે એટલે એ આશીર્વાદ આમ સહજ મળે, તો પછી બીજું શું જોઈએ વારુ ?” ખેંગારજીએ પરમ સંતોષ દર્શાવ્યો.

"રાજબીજના મુખને આવા શબ્દો જ શોભાવે છે. પણ મહારાજ, હું આ ગામમાં હોવા છતાં આપ આવી રીતે ગામના સીમાડે ઝાડ તળે પડી રહો એ તો સારું ન જ કહેવાય અને મને બહુ જ ઓછું લાગે. માટે કૃપા કરી ગામમાં પધારો, મારી ઝૂપડીને પવિત્ર કરો અને મારા ઘરની લૂખીસૂખી છાશ ઘેંસનો સ્વીકાર કરો. આપના જેવા અતિથિઓનો આદરસત્કાર મારા હાથે થાય, એવાં મારાં અહોભાગ્ય ક્યાંથી હોય વારુ ?” વિવેકશીલ વનિતાએ આમંત્રણ કરીને કહ્યું.

"ભલે, બહેન, તમારી આવી સદ્‌ભાવના છે તો અમે તમારું વચન માન્ય રાખીએ છીએ.” ખેંગારજીએ તેના આમંત્રણનો અંગીકાર કર્યો.

"આ ગરીબના વચનને માન્ય રાખ્યું એ આપનો મારાપર અત્યંત આભાર થયો છે. આપ અહીં થોડી વાર બેસો એટલામાં હું મારા સસરાજીને મોકલું છું એટલે તેઓ આવીને આપને માનપૂર્વક બોલાવી જશે.” એમ કહી બેડું માથે લઇને તે રમણી ઘર ભણી ઊતાવળે પગલે ચાલતી થઈ ગઈ.

તેના જવા પછી ખેંગારજી છચ્છરને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે: “છચ્છર કાકા, જન્મભૂમિના પ્રેમનો પ્રભાવ કેવો હોય છે તેનું આ પ્રત્યક્ષ ઉદાહરણ જોયું કે ? લાખિયાર વિયરામાં અને કચ્છમાં અનેક સ્ત્રીપુરુષો વસે છે અને તે સર્વ સાથે પરસ્પર સર્વનો સંબંધ હોતો નથી; છતાં પણ જ્યારે પરદેશમાં દેશનો કોઈ અપરિચિત મનુષ્ય પણ જોવામાં આવે, તો તેને જોતાં જ હૃદયમાં જે એક પ્રકારનો પ્રેમ ઉભરાઈ આવે છે, તે કેવળ જન્મભૂમિ વિષયક સ્નેહનું જ પરિણામ હોય છે. જન્મભૂમિનો મહિમા અગાધ છે !”

"આપનું કથન સત્ય છે, અન્નદાતા !” છચ્છરે કહ્યું.

એ લોકો એવી રીતે વાતચીતમાં સમય વીતાડવા લાગ્યા. તે યુવતિ ઘેર પહોંચી ગઈ. તે રમણી પોતાના અનેક સદગુણોના પ્રતાપે શ્વસુરગૃહમાં સર્વને અત્યંત પ્રિય થઈ પડેલી હતી અને તે એટલે સૂધી કે તેનો પડ્યો બોલ ઉપાડી લેવામાં આવતો હતો. તેણે મર્યાદાયુક્ત વાણીથી રાજકુમારોનો સર્વ વૃત્તાંત પોતાના શ્વસુરને સંભળાવ્યો અને કુમારોને માનપૂર્વક ઘેર લઈ આવવાની પ્રાર્થના કરી. શ્વસુર પણ સુશીલ ગૃહસ્થ હોવાથી તત્કાળ પોતાના ચાર પાંચ આપ્ત