પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૩
જન્મભૂમિનો સ્નેહ અથવા રાજભક્ત રમણી

છે. પરંતુ રાજાના સંત્કારનું કાર્ય આપણાં જેવાં દીન જનોના ભાગ્યમાં લખાયેલું હોતું નથી. અત્યારે એ રાજકુમારો આપત્તિમાં આવી પડેલા હોવાથી આપણી કરેલી જેવી તેવી સેવા પણ ચાલી જાય એમ છે, તો આવા વિરલ પ્રસંગને આપણે વ્યર્થ તો જવા ન જ દેવો જોઈએ.”

"સદ્‌ગુણી વહૂ, તમારા કથનને હું અક્ષરે અક્ષર સત્ય માનું છું અને મેં આગ્રહ કરવામાં કશી કચાશ રાખી નથી, પણ રાજહઠ આગળ મારો આગ્રહ નિષ્ફળ નીવડ્યો છે. જો ઊનું જમાડવાની આશાથી ટાઢું તત્કાળ નહિ આપવામાં આવે, તો એટલો લાભ પણ આપણા હાથમાંથી જતો રહેશે; માટે ઊતાવળ કરો અને ઘરમાં જે કાંઈ હોય તે પીરસી આપો.” સસરાએ નિરૂપાયતા દર્શાવી.

“જો એમ જ હોય, તો પછી બીજો ઉપાય નથી.” એમ કહીને તે રાજભક્ત રમણી ઘરમાં જે હતું તે થાળીઓમાં પીરસવા લાગી.

પીરસતાં પીરસતાં તે બાઈને અચાનક એક વાર્ત્તાનું સ્મરણ થઈ આવતાં તેણે સસરાને ઉદ્દેશીને કહ્યું કેઃ “હં, પણ આપે કહ્યું કે યુવરાજે વાહનવિશેની કાંઈ વાત કાઢી હતી, તો જો આપની ઇચ્છા હોય તો આપણો કાળો ઘોડો એમને આપી દઈએ. એથી એમની પીડા ટળી જશે અને આપણે કાંઈ અડચણ ભોગવવી પડે એમ નથી; કારણ કે, તમારે કે તમારા પુત્રને ક્યાં રોજ ગામતરું કરવું પડે છે ? વળી એઓ જ્યારે આપણા આદરાતિથ્યનો પૂરો સ્વીકાર કરતા નથી, તો તેની પૂર્તિ આનાથી થઈ જશે. દેવની કે રાજાની સેવા કદાપિ અફળ નથી થતી, એ તત્ત્વને કદાપિ ભૂલશો નહિ.”

“વહૂ, રાજસેવાનો આ તમે ઘણો જ રૂડો માર્ગ બતાવ્યો. હું ઘણી વારથી એ જ વિચારમાં હતો કે એમને નજરાણું શું આપવું ? કારણ કે, રાજા અને ગુરુ સમક્ષ ખાલી હાથે ન જવું, એવી શાસ્ત્રની આજ્ઞા છે. કચ્છના ભાવિ રાજાને તેમના અહીંથી નીકળવા સમયે હું અશ્વ નજરાણા તરીકે આપીશ. ટાઢું શીરામણ પીરસવાની હવે ઉતાવળ કરો. હું એમને અહીં બોલાવું છું.” સુજ્ઞ સસરાએ પુત્રવધૂની સલાહને માન્ય રાખીને કહ્યું.

રાજકુમારો આગળ બાઈએ ટાઢી ઘેંશ અને દહિની પીરસેલી તાંસળીઓ મૂકી અને તે વેળાએ વિવેકી વૃદ્ધ સૂતારે હૃદયપૂર્વક શોક દર્શાવીને કહ્યું કેઃ “મહારાજ, મારા મંદ ભાગ્યના યોગે આપ બહુ જ ઊતાવળા થયા છો એટલે મારો કોઈ ઉપાય નથી. અત્યારે આપની એ ઊતાવળના કારણથી આપના દાસ પણ ન આરોગે એવા કનિષ્ઠ