પૃષ્ઠ:Kutchno Kartikey.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૫
જન્મભૂમિને સ્નેહ અથવા રાજભકત રમણી

તો અમારે એ ઋણનો ભાર ઊતારી નાખવો જ જોઈએ અને કદાચિત્ તેમ ન થાય, તો તમારે વિશેષ શોક વિચાર ન કરવો."

"મહારાજ. મારા પિતાનું નામ વાલજી પુરુષોત્તમ છે અને મારું નામ પાર્વતી છે.” બાઈએ ઉત્તર આપ્યું.

"ખરેખર પાર્વતીનો જ અવતાર. હં, અને વૃદ્ધ પુરુષ આપનું તથા આપના પુત્રનું નામ ?” ખેંગારજીએ બીજો પ્રશ્ન પૂછ્યોં.

"મારું નામ રામજી અને મારા પુત્રનું નામ શ્યામજી.” વૃદ્ધ સૂતારે જણાવ્યું.

"પણ શ્યામજીભાઈ કેમ બિલ્કુલ દેખાયા જ નહિ?” ખેંગારજીએ એક વિશિષ્ટ હેતુથી પૂછ્યું.

“તે બે ત્રણ દિવસથી પોતાની બહેનના સીમંત પ્રસંગે અહીંથી દશેક ગાઉપર આવેલા ગામમાં ગયો છે, તે હજી એક બે દિવસ પછી આવશે.” વૃદ્ધ સૂતારે ઉત્તર આપ્યું.

"ચાલો; જીવતા હઇશું, તો ફરી કોઈ વાર મળીશું. ત્યારે હવે અમને વિદાય થવાની આજ્ઞા છે કે ?" ખેંગારજીએ કહ્યું.

“મહારાજ, મારી એક પ્રાર્થના છે, પણ જો માન્ય કરો તો કહું ?” સૂતારે એક નવી વાર્ત્તા ઉપસ્થિત કરી.

"પણ અમારા પ્રમાણમાં હવે વધારે વિલંબ ન થાય, તો સારું; કારણ કે, રાત્રિ વધારે અને વધારે વીતતી જાય છે.” ખેંગારજીએ કહ્યું.

"ના, મહારાજ, તેમ નહિ થાય.”

"ત્યારે જે કહેવાનું હોય તે આનંદથી કહો.”

"મહારાજ, આપની પાસે કોઈ વાહન નથી અને એટલામાટે જ આપને પ્રવાસ માટે આમ ઊતાવળ કરવી પડે છે. તો મારી પાસે એક ઘોડો છે, તેનો કૃપા કરીને સ્વીકાર કરો એથી મારા હૃદયમાં પણ સંતોષ થશે અને આપને પણ એ વસ્તુ માર્ગમાં અત્યંત સહાયક થઈ પડશે. આશા છે કે આપ મને નિરાશ તો નહિ જ કરો.” સૂતારે પોતાની મનેભાવના દર્શાવી.

"હું એ નજરાણાને ઇચ્છા પૂર્વક સ્વીકાર કરું છું.” ખેંગારજી એ અનુમતિ દર્શાવી.

સૂતારે ઘોડાને પલાણીને તૈયાર કરી દ્વારમાં ઊભો રાખ્યો અને બહાર નીકળતાં જ્યારે ઘોડો કાળા રંગનો જોવામાં આવ્યો, તે વેળાએ છચ્છર, ખેંગારજી તથા સાયબાજી ત્રણેના મુખમાંથી એક સાથે એ ઉદ્‌ગાર નીકળી ગયો કે: “ધન્ય યતિરાજ, તમને અને તમારાં