પૃષ્ઠ:Lakshami Natak.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

બોલ્યો એટલે દેરામાંથી બે મોટા ભોરીંગ નાગ આવ્યા.

રાણી૦: અરે રામ રામ પછી ?

ભીમ૦: તે લક્ષ્મીના ઘુઘટામાં પેશીને આંખ્યો જીભે વતી ચાટીઓ એટલે તુરત તમે ડુંગળીના કાંદા શેર ૧ ઊભાં ઊભાં ચાવી જાઓ છો તેટલી જ વખતમાં લક્ષ્મી બેઠી થઈ, એટલે મેં તુરત ઠાકોરને જગાડ્યા, ને તાળિયો પાડીને નાચવા લાગ્યો, પછી વૈદદેવતો અગ્નીનો ભડકો થઈને જતો રહ્યો, અને સરપ દેરામાં અલોપ થઈ ગયા, પછી જેટલા લોકો ત્યાં હતા તે સરવે લક્ષ્મીને વળગી પડ્યા અને રાત આખી આનંદ વારતા કરી કોઈ ઊંઘ્યા નહીં ને હું તો બહુ જ રાજી થયો હતો. ધનવંતરી વૈદનાં વખાણ કરતો હતો જે લક્ષ્મીને દેખતી કરીને કારભારીને આંધળો કર્‍યો.

રાણી: ત્યારે આપણા દેશના રાજાની આંખ્યોનું ઓષડ એ ધનવંતરી પાસે કરાવે તો ઘણું સારૂં.

ભીમ૦: એ ક્યાં આંધળો છે ? એ તો આંખ્યે દેખે છે.

રાણી૦: દેખતો હોય તો આ કારભારી લોકો રૈયતને ધોળે દહાડે લુટી શકે. અહો ! એ ધનવંતરી કેવા સમરથ છે, અરે પણ લક્ષ્મી ક્યાં છે હવે ?

ભીમ૦: આવે છે તો ખરાં પણ બીચારા સારા લોકો દરિદ્ર થઈ ગયા હશે. તે સરવે ભેળાં થઈને કોઈ લક્ષ્મીને પગે લાગે છે, ને કોઈ હાથે લાગે છે, અને લુચ્ચા તાલેવંત લોકો લમણે હાથ દેઈને ઊદાસ થઈને બેઠા છે, જે આપણે અધર્મનો પૈસો એકઠો કર્યો છે, તે હવે રહેશે નહીં, એમ ધારે છે, અને કેટલાએક લોકો રાજી થઈને પગે ઘુઘરા બાંધીને નાચે છે, અને ઘયડા લોકોના પગના ધમકારા વાગતા હોત, માટે રાણીજી તમારે પણ આ ઠેકાણે રાજી થઈને નાચવું જોઈએ, હવે તમારે કોઈ દહાડે ઊચાટ કરવો નહીં પડે જે માટલીમાં લોટ થઈ રહેશે તો શું કરીશું ?

રાણીજી: અરે વીરા તારાં દુખડાં લેઊ તારા મોઢામાં સાકર.

ભીમ૦: ઠીક ત્યારે લાવો નહીં તો પછી બીજા લોકો તુરત આવશે.

રાણી૦: ઊભો રહે, હું ઘરમાં જઈને સાકર લાવું. હાલ લક્ષ્મીની આંખ્યો સારી કરાવી છે, માટે તેમાં ભરવી જોઈશું.

ભીમ૦: ચાલો ચાલો આપણે સામેયું લેઈને જઈએ. (એમ જતાં હતાં ત્યાં લક્ષ્મી ઠાકોર સર્વે આવ્યાં.)

લક્ષ્મી: અરે ભાઈયો, આ સુરજ દેવને તથા આ ગુજરાતના અધિપતિ શ્રી ડાકોરનાથને અને વળી તેના સારા ગુજરાત દેશને હું પગે લાગું છું. જેના ઉપકારથી મારી આંખ્યો સારી થઈ, અને અરે પ્રથમ હુંમાં મોટી ભુલ્યો