પૃષ્ઠ:Lakshami Natak.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

આવી, કે દુષ્ટ લોકોની સોબતમાં રહી, અને સારાં લોકોથી છેટે રહી, એ અજ્ઞાનપણાથી થયું, પણ હવે એ ચાલ સર્વે ફેરવીને મારી સારી ચાલ તમને સઊને દેખાડીશ, હવે હું દુષ્ટ માણસના કામમાં ઊભી રહેનાર નહીં.

લક્ષ્મી: ઠાકોર ઠાકોર, વેહ પૈસા સાચવીને રાખવાનું એક મોટું ઠેકાણું સોધી કહાડો.

ધનપાળ: એક દેવનું દેરૂં બનાવીને તેના ભોંયરામાં પૈસા ભરો તો ઠીક સચવાશે.

ગુલામ દોલતખાં: અબ બીબીસાહેબકું બંદાકે મુકાંમપર કબ લેકર આઓગી.

રાજા: અરે એ તો જાણ્યા તમને, હવે તમે સર્વે છેટે ઊભા રહો. આ જગતનો કેવો ચાલ છે જે કોઈ ખાતોપીતો થાય તો તેના હજાર મિત્ર થવા આવીને શિખામણો દેવા લાગે છે, હું કેટલાએકને જવાબ આપું. મારા તો પગ પણ ખુંદી નાખ્યા અને મને કુંણિયો વાગે છે, આજ દીન સુધી હું બજારમાં નીસરતો ત્યારે આમાં કોણ મારા પાસે માગણા પૈસાની ઊઘરાણી કર્‍યા વિના રહેતો ?

રાણી: પધારો માતાજી તમારી આંખ્યોમાં બેક‘ [૧] સાકર ભરીએ એટલે થંડક થાય.

લક્ષ્મી: મારી આંખ્યો સારી થઈને તુરત તમો ગરીબ લોકોને કાંઈ આપવું તો રહ્યું ને ઊલટું લેવું, તે કાંઈ ઠીક નહીં.

રાણી: હા માજી, એ તો સાચું કહો છો પણ અમો તો એમ જાણિયે છિએ કે કાંઈક અમારા ઘરનું આપના કામમાં લેશો તો પછી અમારા ઊપર સંપુર્ણ મેહેરબાની થશે.

લક્ષ્મી: વારૂં તે ઘરમાં જઈને લેશું પણ લોક દેખતાં લેવું ત્યારે જગતમાં કહેવાય કે લક્ષ્મી પણ પ્રથમ લાંચ ખાઈને કામ શુંધારે છે, ત્યારે બીચારા ગરીબ લોકોનો શો ઊપાય ?

રાણી૦: હા માજી, એ તો સાચું કહો છો જુઓને આ પીટ્યો ભાઈચંદ વકીલ અમારી પાસેથી બંને હાથે રૂપૈયા લેવા ઊભો થયો છે.

સ્વાંગ ૪થો સંપૂર્ણ

સ્વાંગ ૫ મો

ભીમડો: અરે ભાઈ જે માણસના ઘરમાં એક દિવસનું પણ ખાવા નહોતું તેને તુરત પૈસાવાળું થઈ બેસવું તે મોટી આનંદની વાત છે, અને વળી હાલ અમે કાંઈ લુચાઈ કર્યા વિના પૈસાવાળા થયા છીએ, કોઠીમાં અનાજ ભર્યું રહે છે, ઘી તેલનાં કુલ્લાં ભર્યા રહે છે. અને સોનું રૂપુ તો પગે ખુંદાય છે,

  1. એટલે થોડીક