પૃષ્ઠ:Lakshami Natak.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ભી.: કહે છે, કે એ તો ઘણો મગરૂર છે, અને કહે છે કે, એ તો નીર વહી ગયાં.

જુ.: હમ ઊસકી બાબત તુમારે સાથ તકરાર નહીં કરતા હે.

ભી.: શું કહો છો?

જુ.: દુસરા કોઈ ઊનકી પર હરામ નજર કરે તો હમ માર ડાલે, ઓર તુમારે પર હમારી બોત ખુશી હે. તુમારે ચૈયેતો એ જોરૂંકો લે જાના.

ભી: ત્યારે એમ જ કહેને જે તમારે એને રાખવાની મરજી નથી.

ફા.: એસી બાત કોન સાંખેગી?

જુ.: સુનો બુઢ્ઢી એક બાત હે તુમ તેરે હજાર વર્ષ હુઆ ખરાબ કામ કરતે હો ઊસ વાસ્તે તુમેરી સાથ બોલના ભી અછા નહીં.

ભી.: તમે શેલડીનો રશ ચુસી લીધો છે તે હવે તેના કુચા પણ ચાવવા પડશે.

જુ.: થુ, થુ ઓતો કુચા બોત જુના ઓર સડેલા હે, ચલો હમેરી અંદર જાનેકી મરજી હે દેવીકું ઓ ફુલ ચડાનેકું.

ફા.: હમેરેબી ઓ કામ કે બાસ્તે અંદર જાના હે.

જુ.: એસા હોયતો હમેરે જાના નહીં હે.

ભી.: હે ભાઈ હીમત રાખો આ ભર્યા શેહેરમાં એ ડોશી તમારી લાજ નહીં લૈ શકે.

જુ.: હમ અબી કોઈકી બાત નહીં માનેગા હમકું બોત રોજ હુએ ગુલામકી માફક રખતી હે.

ફા.: જાઓતો હમ પીછે આયગે.

ભી.: વાહ! વાહ! જેમ ચમકની લારે લોઢું ચાલે તેમ આ ડોશી જુવાન મરદની લારે કેવી ચાલે છે.

સ્વાંગ છઠ્ઠો સપૂર્ણ

સ્વાંગ ૭ મો

હનુમાન દરવાજાને ઠોકવા લાગ્યો.

ભીમડોઃ અરે કોણ બારણાં ઠોકે છે. આંઇ તો કોઇ જણાતું નથી ને બારણાં એની મેળે બોલતાં હતાં કે શું?

હનુમાનઃ ચાલો તમને સઊને બોલાવવા આવ્યો છું.

ભી.: અરે જાને તું વળી કોણ છું મોટા પુંછડાવાળો?

હનુમાનઃ હું હનુમાન છું અને તમે તુરત ચાલો તમારો રાજા, રાણી, કુંવર, કુંવરી,