પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૦૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૯૨ ]

શિસ્તને આધીન બનાવી હતી અને આવી રહેલી લડાઈમાં ભાગ લેવાનું સ્વેચ્છાપૂર્વક અને પોતાની મેળે જ એમણે નક્કી કર્યું હતું. લડાઈ ચાલુ હતી અને દુશ્મન સામે જ હતો ત્યારે બેશરમપણે ફોજમાંથી નાસી જઈને એમણે એવો ગુનો કર્યો હતો કે જેને માટે આ૦ હિં૦ ફો૦ કાનૂન પ્રમાણે અને દુનિયાભરના લશ્કરી કાનૂન પ્રમાણે એમને મોતની સજા થઈ શકે.

દુશ્મન પાસે જે માહિતી લઈ જવાનો પ્રયાસ એમણે કરેલો તેથી મારા તાબા નીચેના તમામ દળોનો વિનાશ થઈ ચૂક્યો હોત, મને કાયદેસર રીતે આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને યોગ્ય ખટલો ચલાવ્યા પછી જ એ સજા ફરમાવવામાં આવી હતી.

હિંદુસ્તાનને સ્વાધીન બનાવવાના પોતાના પ્રથમ ઉદ્દેશમાં આ૦ હિં૦ ફો૦ નિષ્ફળ ગઈ છે, તેમ છતાં અમારામાંના દરેકને એ સંતોષ છે કે મલાયા, બરમા અને દક્ષિણ-પૂર્વ એશિયામાંના હિંદીઓના જાનમાલ અને ગૌરવનું તમામ આક્રમણકારો સામે રક્ષણ કરવાનું ધ્યેય એણે સંપૂર્ણપણે હાંસલ કર્યું છે. આ ખટલાની શરૂઆત થયા પછી રંગુનના હિંદી-ખ્રિસ્તિ સંઘ તરફથી અને બરમા હિંદી સંઘ તરફથી મને મળેલા તાર, કે જે મેં આ નિવેદન સાથે રજૂ કર્યા છે તે, આ વાતની પૂરતી સાબિતિ આપી રહે છે.'

છેલ્લે આવ્યા લેફ્ટનન્ટ ધિલન પેાતાના નિવેદનમાં એમણે કહ્યું કે–

'દહેરાદૂનમાંની ઇન્ડિયન મિલિટરી એકેડેમી ' ( હિંદી લશ્કરી વિદ્યાપીઠ )માં જ હું મારા દેશની સર્વોપરિ સેવા બજાવવાનું શીખ્યો હતો. ત્યાં ચેટવુડ ખંડમાં મોટા સોનેરી અક્ષરોમાં મેં વાંચેલું કે; “તારા દેશનું ગૌરવ, એની આબાદી અને એની સલામતી હંમેશા સૌથી પહેલાં આવે છે. દરેક વખતે એ જ પહેલાં આવે છે. તે પછી આવે છે તારા હાથ નીચેના સિપાહીઓની સગવડ, એમની સલામતી