પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પાંચ જાપાનીસ સાક્ષીઓની જુબાની
: ૧૩ :

૮ મી ડિસેમ્બર : શનિવાર

જાપાનીસ પરદેશખાતાના એક અમલદાર શ્રી એાહ્‌ટાએ આજે બચાવ પક્ષના સૌ પહેલા સાક્ષી તરીકે શુદ્ધ અંગ્રેજીમાં જુબાની આપી. એમની સોગંદવિધિ વેળા એમના હાથમાં કોઈ ધાર્મિક પુસ્તક હતું નહિ. એમણે કહ્યું કે -

'જાપાનીસ પરદેશખાતાનો હું એક અમલદાર છું. આખી લડાઈ દરમિયાન મેં મારો આ હોદ્દો જાળવ્યો છે. આઝાદ હિંદ સરકારની સ્થાપનાની જાહેરાત ૧૯૪૩ની ૨૧મી ઑક્ટોબરે થઇ હતી. જાપાનની સરકારે એની સાથે એક આઝાદ અને સ્વતંત્ર સરકાર તરીકેનો સંબંધ રાખ્યો હતો અને શક્ય તેટલી બધી મદદ એને કરી હતી. ”

તે પછી શ્રી ભુલાભાઈએ કેટલાક દસ્તાવેજોની નકલો રજૂ કરી. અસલ દસ્તાવેજો ટોકીઓમાંના અમેરિકન લશ્કરી સત્તાવાળાઓ પાસે છે અને આ ખટલામાં ઉપયોગ કરવા માટે એમણે એની નકલો પૂરી પાડી છે. પછી શ્રી એાહ્‌ટાએ કહ્યું કે આઝાદ હિંદ સરકારની સ્થાપના અને તેના સ્વીકારને લગતી જાપાની સરકારના માહિતી ખાતાની એક જાહેરાતનો મૂળ મુસદ્દો એમણે ઘડ્યો હતો. ૧૯૪૩ની ૨૩મી ઑકટોબરે જાપાની સરકારે કરેલું નીચેનું નિવેદન પણ સાચું હોવાની એમણે ખાતરી આપી :-

'શ્રી સુભાષચંદ્ર બોઝની આગેવાની નીચે સ્થાપાયેલી આઝાદ હિંદ સરકાર અંગે જાપાનની શાહી સરકારને શ્રદ્ધા છે કે સ્વતંત્રતા માટેની હિંદી પ્રજાની લાંબા કાળની ઉમેદો પરિપૂર્ણ કરવામાં આ એક અગત્યનું પગલું છે અને તેને પૂરી મદદ કરવાનો એ કોલ આપે છે. એ સરકારનો આઝાદ હિંદની કામચલાઉ સરકાર તરીકે જાપાની