પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૦૦ ]


સ૦ – કામચલાઉ સરકારનો સ્વીકાર કરવાના પ્રશ્નની વિચારણા સૌ પહેલી ક્યારે થઈ તે તમે કહી શકશો?

જ૦ - ૧૯૪૩ના ઑક્ટોબર કે નવેંબરના અરસામાં.

સ૦ - મલાયામાંના હિંદી સ્વાતંત્ર્ય સંઘના નેતાઓએ ૧૯૪૨ના માર્ચ જેટલા વહેલા જાપાની સરકારને કામચલાઉ સરકારને સ્વીકાર કરવાનું તેમજ પોતાના સાથી રાજયોને પણ એનો સ્વીકાર કરવા કહેવાનું કહ્યું હતું ખરું ?

જ૦ – મને એનો ખ્યાલ નથી.

સ૦ – તમે સુભાષચંદ્ર બોઝને એાળખતા હતા?

જ૦ - ૧૯૪૩ના એપ્રિલમાં એ જ્યારે જર્મનીમાંથી આવ્યા ત્યારે હું પહેલવહેલો એમને મારા સરકારી રહેઠાણે મળેલો.

જ૦ – એમને જર્મનીથી મોકલવાનું જાપાનીસ સરકારે જર્મન સરકારને કહેલું ?

જ૦ – એમને જાપાન મોકલવાની વ્યવસ્થા જર્મન સરકાર સાથે કરવામાં આવી હતી.

સ૦ – એટલા માટે કે એ જાપાનને મદદ કરે?

જ૦ – ના. એટલા માટે કે હિંદની સ્વતંત્રતાની માગણી કરવાથી જાપાનીસ યુદ્ધનેમોને મદદ થશે એમ માનવામાં આવતું હતું. સાથે સાથે, હિંદની સ્વતંત્રતા મેળવવામાં જાપાનીઓ આ માણસને મદદ કરવા માગતા હતા.

સ૦ – જાપાનીઓએ પોતાની મેળે જ કર્યું હતું કે કોઈની વિનંતિથી ?

જ૦ – પોતાની મેળે જ.

સ૦ – લડાઈ જીતવાનો આ એક રસ્તો છે એમ જાપાનીસ સરકાર માનતી હતી ?