પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૦૧ ]



જ૦-જાપાનીસ યુદ્ધનેમોને મદદ કરવાનો એ રસ્તો હતો.

સ૦-જ્યારે સુભાષ બોઝને તેડાવવામાં આવ્યા ત્યારે જાપાનીસ સરકાર એમ જાણતી હતી કે આઝાદ હિંદની કામચલાઉ સરકારના અને આ૦ હિં૦ ફો૦ ના વડા એમને બનાવવાના છે ?

જ૦-હું સમજું છું ત્યાં સુધી સુભાષચંદ્ર બોઝ બેઉના વડા થના૨ા હતા.

સ ૦-એ જાપાનમાં ક્યારે આવેલા ?

જ૦–૧૯૪૩ના એપ્રિલના અરસામાં.

સ૦–કામચાઉ સરકારની સ્થાપના થવાની છે એ તમે ક્યારે સાંભળ્યું ?

જ૦-૧૯૪૩ના એપ્રિલના અરસામાં, જાપાનીસ સરકારને ખબર હતી કે એવી સરકારની સ્થાપના થવાની છે; અને સુભાષચંદ્ર બોઝ તેના વડા થવાના છે, અને જાપાનીએ એ સરકારનો સ્વીકાર કરશે તેમજ એને મદદ કરશે,

સ૦–આઝાદ હિંદની સરકારનો સ્વીકાર કરવો એ જાપાનીસ યુદ્ધવ્યૂહનો એક ભાગ હતો ?

જ૦–એથી જાપાનની યુદ્ધનેમોને મદદ મળે એ એને માટેનું એક જ કારણ હતું.

સ૦–આઝાદ હિંદ સરકારનો સ્વીકાર કરવાનું જાપાને જ તેના સાથી રાજ્યોને કહેલું ?

જ૦-સુભાઝ બોઝે જાપાનીસ સરકાર દ્વારા તેના તમામ સાથી રાજ્યોને કામચલાઉ સરકાર(નો સ્વીકાર) કરવાનું કહેલું.

સ૦–પોતાના યુદ્ધવ્યૂહના એક હિસ્સા તરીકે જાપાનીસ સરકારે પોતાના સાથીરાજ્યોને કામચલાઉ સરકારનો સ્વીકાર કરવાનું કહેલું ?

જ૦–એમણે એમ કર્યું કારણકે એ જાપાનના લાભમાં હતું. જાપાનને લાગેવળગે છે ત્યાં સુધી આઝાદ હિંદ ફોજની આઝાદીની