પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૦૨ ]

લડાઈ સમૂળગી સ્વતંત્ર હતી. અને જાપાનીસ નિયંત્રણ નીચે નહોતી. ચીનની નાનકીંગ–સરકારે આઝાદ હિંદની કામચલાઉ સરકારનો સ્વીકાર કરેલો.

સ૦-નાનકીંગ સરકાર જાપાનીઓના કાબૂ હેઠળ હતી ?

જ૦-જાપાનીસ લશ્કર ત્યાં હતું ખરું, પણ એ ત્યાંનો કબજો સંભાળવા માટે નહોતું. એ નાનકીંગ સરકારને મદદ કરતું ખરું પણ જાપાન અને તેના સાથી રાજ્યો એ સરકારને બિલકુલ સ્વતંત્ર ગણતાં હતાં.

સ૦–તે સિવાય દુનિયાનાં બીજાં કયાં રાષ્ટ્રોએ નાનકીંગ- સરકારનો સ્વીકાર કર્યો હતો ?

જ૦-સ્પેઈને નાનકીંગ સરકારને સ્વતંત્ર ગણીને તેનો સ્વીકાર કર્યો હતો......ફિલિપાઈન્સ અને થાઈલેન્ડમાં પણ જાપાનીસ લશ્કર હતું પણ એ ત્યાંનો કબજો સંભાળવા માટે નહોતું. આ દેશોને તે સ્વતંત્રતા આપી ચૂક્યું હતું. બરમાનું પણ એમ જ હતું. બરમામાંના જાપાનીસ લશ્કરનું સંખ્યાબળ હું જાણતો નથી.

ભુલાભાઈ-હિંદુસ્તાન અંગેની જાપાનીસ યુદ્ધનેમો શી હતી?

જ૦–હિંદને લગતી જાપાનીસ યુદ્ધનેમો તેને સ્વતંત્ર બનાવવાની હતી.


: ૧૪ :

૧૦મી ડિસેંબર : સોમવાર

બચાવપક્ષના ત્રીજા સાક્ષી હતા શ્રી રેન્ઝુ સાવાડા. એમણે કહ્યું કે ૧૯૪૪ના ઑક્ટોબરથી ૧૯૪પના મે સુધી એ જાપાની પરદેશ- ખાતાના નાયબ-પ્રધાન હતા, મુત્સદ્દી-ખાતાની નોકરીમાં એ ૧૯૧૪માં દાખલ થયેલાં, અને લંડન, પેરિસ અને બીજા સ્થળોમાંના એલચીખાંતાઓમાં વીસથી વધુ વર્ષો કામ કર્યું હતું.