પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૦૩ ]



સ૦-તમે પરદેશખાતાના નાયબ-પ્રધાન હતા તે કાળ પૂરતી જ તમારા જવાબોની મર્યાદા રાખીને મને જણાવો કે, આઝાદ હિંદની કામચલાઉ સરકાર વિષે તમને જાણ હતી ?

જ૦-હા.

સ૦–એ સરકાર ઉપર નીપોનના એક એલચીની નિમણુંક કરવા સાથે તમારે કાંઈ સંબંધ હતો ?

જ૦-હા.

સ૦–એલચી નિમવાનો નિર્ણય ક્યારે લેવાયો હતો ?

જ૦–૧૯૪૪ના નવેંબરમાં

સ૦–એલચી તરીકે કોની નિમણુંક કરવામાં આવેલી ?

જ૦–શ્રી હાચિયાની.

સ૦–પોતાની કામગીરીની શરૂઆત એમણે ક્યારે કરેલી ?

'જ૦–આઝાદ હિંદ કામચલાઉ સરકારની બેઠક રંગુનમાં એ ૧૯૪૫ના માર્ચમાં પહોંચ્યા હતા એમ હું ધારૂં છું

ઊલટતપાસમાં–

સ૦–શ્રી હાચિયાની એલચી તરીકે નિમણુંક કરવામાં આવી તેને લગતા કોઈ દસ્તાવેજો છે ?

જ૦–કામચલાઉ સરકાર ઉપર એક પ્રતિનિધિ મોકલવાના પોતાના નિર્ણયની સરકારે જાહેરાત કરી હતી.

સ૦-એ જાહેરાત ક્યાં કરાઈ અને કઈ રીતે ?

જ૦-સત્તાવાર ગેઝેટમાં.

સ૦–શ્રી હાચિયા ૧૯૪૫ના માર્ચમાં રંગુન પહોંચ્યા પછી એમની તરફથી તમને કાંઈ સંદેશા મળ્યા હતા ?

જ૦-હા.

સ૦-એ મોજૂદ છે ?