પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૦૬ ]


સ૦–અને જાપાનીસ સેનાએ એપ્રિલની ૩૦મી સુધીમાં રંગુન ખાલી કરી નાખ્યું હતું ?

જ૦—હા.

સ૦–સુભાષચંદ્ર બોઝ પોતે એપ્રિલની ૨૪મીએ રંગુન છોડી ગયા હતા ?

જ૦–મને ખબર નથી.

સ૦-શ્રી હાચિયાએ રંગુન ક્યારે છોડ્યું હતું ?

જ૦-લગભગ એપ્રિલની આખરમાં.

સ૦-અને એળખાણ–પત્રો શ્રી હાચિયા માટેના હતા ?

જ૦—હા, એ જ્યાં હોય ત્યાં એમને એ મોકલી આપવાના હતા.

સ૦—એ કઈ જગ્યાએ મોકલી અપાયા હતા તે તમે જાણો છો ?

જ૦- ના.

સ૦–રંગુન છોડ્યા પછી શ્રી હાચિયા ક્યાં હતા તે તમે નથી જાણતા ?

જ૦-ના.

સ૦-એ જાપાન પાછા ફરેલા ?

જ૦–ના. એ બેંગકોક ગયેલા.

સ૦–બેંગકોકમાં એ લડાઈના અંત સુધી, એટલે કે ઑગસ્ટની અધવચ સુધી રહેલા ?

જ૦- હા.

સ૦-બેંગકોકથી તમને એમની તરફથી એકેય અહેવાલ મળ્યો નહોતો ?

જ૦–સંદેશાવ્યવહાર જરાય હતો જ નહિ.