લખાણ પર જાઓ

પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

[ ૧૦૮ ]

ઊલટતપાસમાં:–

સ૦-તમે રંગુન જવા ઊપડ્યા ત્યારે કાંઈ કાગળિયાં સાથે લઈ ગયેલા ?

જ૦-ના.

સ૦-જાપાનીસ સરકાર તરફથી કોઈનીય ઉપર લખાયેલા કાગળ તમારી સાથે નહોતા ?

જ૦–મારી સાથે હું કાંઈ કાગળિયાં લઈ ગયો નહોતો. પણ રંગુન પહોંચ્યા પછી પરદેશ પ્રધાન કર્નલ ચેટરજીની મુલાકાતે હું ગયેલો અને એમને મેં એમ કહેલું કે મને એલચી નીમવામાં આવ્યો છે. તે પછી શ્રી અય્યરને પણ હું મળેલો.

સ૦–કર્નલ ચેટરજીને તમે પહેલવહેલા ક્યારે મળેલા ?

જ૦– મને ચોક્કસ તારીખ યાદ નથી, પણ પહોંચ્યા પછી થોડા દિવસે.

સ૦-કર્નલ ચેટરજી અને શ્રી અય્યરને તમે એક વાર મળેલા કે બે વાર ?

જ૦–કર્નલ ચેટરજી મારે ઘેર બે-ત્રણ વાર આવેલા અને શ્રી અય્યરને તો હું એકજ વાર મળેલો એમ ધારું છું. રંગુનમાં હું શ્રી સુભાષચંદ્ર બોઝને મળ્યો નહોતો.

સ૦–તમને મળવાનો એમણે ઈન્કાર કરેલો ?

જ૦–હા. મને મળવાને એમણે ઈન્કાર કરેલો.

'સ૦-હું ધારું છું કે તમને કાંઈ કારણ કહેવામાં આવ્યું હશે ?

જ૦–મને લાગે છે કે મારી પાસે એળખાણ-પત્રો નહોતા તેથી એમણે મને મળવાનો ઈન્કાર કર્યો હતો. મને એ વાત કર્નલ ચેટરજીએ કરેલી.

સ૦–તે પછી જ તમને એળખાણ–પત્રો મોકલવાનું તમે જાપાનીસ સરકારને કહેલું ?