જ૦–કર્નલ ચેટરજી દ્વારા કરાયેલી શ્રી બોઝની વિનંતિને લીધે
મેં મારા ઓળખાણ–પત્રોની માગણી કરતો તાર ટોકીઓ કર્યો. હું
રંગુન પહોંચ્યા પછી ચાર-પાંચ દિવસે એ તાર મોકલાયો. જાપાનીસ
સરકાર તરફથી મને તાર મળેલો કે એ એળખાણ-પત્રો મોકલી રહી છે.
બચાવપક્ષના તે પછીના સાક્ષી પણ એક જાપાની મેજર-જનરલ કાટાકુરા હતા. એમણે કહ્યું કે-
'૧૯૪૩ દરમિયાન જાપાનીસ વડા મથકના ચીફ ઑફ સ્ટાફ તરીકે હું રંગુનમાં હતો. આ૦ હિં૦ ફો૦ વિષે અને આઝાદ હિંદની કામચલાઉ સરકારની સ્થાપના વિશે પ્રસંગોપાત મને જાણવા મળતું, છતાં કોઈ ચોક્કસ વિગતોની મને જાણ નથી. આઝાદ હિંદની કામચલાઉ સરકારની સ્થાપના અંગે શ્રી સુભાષચંદ્ર બોઝને હું ૧૯૪૩ના જુલાઈમાં રંગુનમાં મળ્યો હતો. કામચલાઉ સરકાર શા માટે સ્થાપવામાં આવી. હતી એ શ્રી બેાઝે મને સમજાવેલું.'
શ્રી સુભાષચંદ્ર બોઝ સાથેની એમની વાતચીતમાં એમણે સાક્ષીને શું કહેલું તે જણાવવાનું શ્રી ભુલાભાઈએ સાક્ષીને કહ્યું. પણ એ તો સાંભળેલી વાતની જુબાની થાય એમ જજ-એડવોકેટનો અભિપ્રાય થવાથી અદાલતના પ્રમુખે સવાલને દફતર ઉપર લેવા દીધો નહોતો. આગળ ચાલતાં સાક્ષીએ જણાવ્યું કે દક્ષિણમાંની સેનાના વડા જનરલ તેરાઉચીના ફરમાનથી એમણે ઇમ્ફાલવાળી લડાઈની વ્યૂહરચના કરેલી એ લડાઈમાં આ૦ હિં૦ ફો૦એ શો ભાગ ભજવ્યો હતો એવા શ્રી. ભુલાભાઈના સવાલના જવાબમાં સાક્ષીએ કહ્યું કે આ૦ હિં૦ ફો૦ હિંદની આઝાદી માટે લડી હતી. પણ એ જવાબને સાક્ષીનો વ્યક્તિગત અભિપ્રાય ગણીને અદાલતે એને દફતર પર લેવા દીધો નહોતો. સાક્ષીએ જણાવ્યું કે જાપાનીઓની સાથેજ આ૦ હિં૦ ફો૦ને અલગ લડાયક કામગરી સોંપવામાં આવી હતી. ૧૯૪૪ના જાન્યુઆરીમાં રંગુનમાં એક ગેરીલા રેજિમેન્ટ આવી હતી. એ રેજિમેન્ટ જેમના હાથ નીચે હતી તે કૅ. શાહનવાઝને સાક્ષીએ અદાલતમાં એાળખી