પૃષ્ઠ:Lal Killano Mukaddamo.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૧૧ ]સ૦ – જાપાનીઓએ અને આ૦ હિં૦ ફો૦એ હિંદની સરહદ ઓળંગી ત્યારે કરાયેલી જાહેરાતો વિષે તમને કાંઈ જાતમાહિતી છે ?

જ૦ – એ વખતે કરાયેલી બે જાહેરાતો વિશે હું જાણું છું. એક શ્રી સુભાષચંદ્ર બોઝે કરેલી કે તેઓ હિંદની સ્વતંત્રતા માટે લડી રહ્યા હતા. બીજી લેફ્ટેનન્ટ-જનરલ કાવાબાએ કરેલી કે જાપાનીઓએ કબજે કરેલા તમામ પ્રદેશો હિંદીઓને સોંપી દેવામાં આવશે. એ જાહેરાતો હું અહિં રજૂ કરી શકું તેમ નથી.

ઊલટતપાસ દરમિયાન:–

જ૦ - ઇમ્ફાલવાળી લડાઈના વ્યૂહની યોજના ૧૯૪૪ના જાન્યુઆરીમાં થઇ હતી. એ લડાઇની શરૂઆત ૧૯૪૪ના માર્ચમાં થઈ હતી. એનો અંત ક્યારે આવ્યો તે હું જાણતો નથી. ૧૯૪૪ના જાન્યુઆરીમાં બર્મામાંની જાપાનીસ સેનાનું સંખ્યાબળ ૨૩૦,૦૦૦નું હતું.

સ૦- ૧૯૪૪ના જાન્યુઆરીમાં બરમામાંની આ૦ હિં૦ ફો૦નું સંખ્યાબળ ૧૦,૦૦૦નું હતું ?

જ૦ - વધુમાં વધુ ૧૦,૦૦૦નું.

સ૦ - આ૦ હિં૦ ફો૦ની કઇ કઇ રેજિમેન્ટોએ ઇમ્ફાલવાળી લડાઈમાં રીતસરનો ભાગ લીધો હતો તે તમે જાણો છો ?

જ૦ – બધાં મળીને ત્રણેક ડિવિઝનો હતાં. આ૦ હિં૦ ફો૦ના એક ડિવિઝનમાં ૭,૦૦૦૦ થી ૮,૦૦૦ સૈનિકો હતા. એમ ધારું છું, પણ ચોક્કસ નથી કહી શકતો.

સ૦ – તમે કહ્યું કે જાન્યુઆરીમાં બરમામાંની આ૦ હિં૦ ફો૦નું સંખ્યાબળ ૧૦,૦૦૦નું હતું. તમે એમ સૂચવો છો કે ઇમ્ફાલને મોરચે લડતા આ૦ હિં૦ ફો૦ના દળોના સૈનિકો ૧૦,૦૦૦ થી વધુ હતા?

જ૦ – ઇમ્ફાલને મોરચે આ૦ હિં૦ ફો૦ના ૧૦,૦૦૦ થી વધુ સૈનિકો હતા એમ હું માનું છું.

સ૦ – એ ક્યાંથી આવેલા?

જ૦ – હું ધારું છું કે સિંગાપુરથી ઘણા આવેલા, અને આ રીતે ૧૦,૦૦૦ની મૂળ સંખ્યામાં વધારો થયો હતો. કેટલાક માણસો